અલાહાબાદ હાઈકોર્ટ એ કર્યો આદેશ આ પાંચ શહેરો મા લોક ડાઉન કરવાનો
હાલ પુરા દેશ મા કોરોના નો ખતરો તોળાઈ રહ્યો છે અને દેશ મા કેસો ની સંખ્યા લાખો મા આવી રહી છે. પાંચ રાજ્યો મા કોરોના કેસો ની સંખ્યા ખુબ વધુ જોવા મળી રહી છે. જેમાં ગુજરાત મહારાષ્ટ્ર, દિલ્હી, ઉતર પ્રદેશ અને રાજસ્થાન છે.
ઉતર પ્રદેશ મા કરોના નુ સંક્રમણ ખુબ વધી રહ્યુ હોવાથી યોગી સરકાર એકશન મુડ મા આવી રહી છે અને માસ્ક વગર જો કોઈ બીજી વાર પકડાય તો 10000 નો દંડ પણ નકકી કરવામા આવ્યો હતો. ઉત્તર પ્રદેશ ના ખુબ પ્રભાવીત શહેરો મા લખનૌ કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત શહેરોમાંથી એક છે.
કોરોના ના વધતા સંક્રમણ ને ધ્યાન મા રાખી ઉત્તર પ્રદેશ ની અલાહાબાદ હાઈકોર્ટ એ યોગી સરકાર ને આદેશ આપ્યો હતો કે ઉત્તર પ્રદેશ ના 5 સૌથી પ્રભાવીત શહેરો, પ્રયાગરાજ, લખનૌ, વારાણસી, કાનપુર અને ગોરખપુરમાં 26 એપ્રિલ સુધી તમામ સંસ્થાનોને બંધ રાખે.