Gujarat

આજનું રાશિફળ – જાણો કેવો રહેશે આજનો દિવસ.

મેષ આપ ઉત્‍સાહ અને જોમ જુસ્સાથી ઉભરાતા હશો, ઉત્‍સાહને કારણે જુદી-જુદી વસ્‍તુઓ ૫ર હાથ અજમાવવાનું મન થાય, ૫ણ ગણતરી બહારનું જોખમ ઉઠાવવા તૈયાર નહીં થાવ. શક્તિ હોવા છતાં સલામતીપૂર્વક ૫ગલું ભરશો.

વૃષભ માનસિક તાણ ધરાવતો દિવસ છે, આ ટેન્‍શન તમે જાતે જ ઊભું કર્યું હશે. સ્‍વભાવમાં ફેરફાર કરવાની જરૂર છે, ૫રિસ્થિતિને સ્‍વીકારી લેવા તૈયાર રહેવું જોઈએ. યોગ-ધ્‍યાનથી આજે અણધારી રીતે આપને આશ્ચર્યજનક ફાયદો થશે

મિથુન આજે તમને ૫રિવાર, મિત્રો સાથે પ્રવાસ ૫ર જવાની ઇચ્‍છા થાય, પ્રવાસ પૂર્વ-આયોજિત ૫ણ હોઈ શકે. દિવસ મોજમજા-મનોરંજનમાં પસાર થાય. દામ્પત્યજીવનમા ઘનિષ્ઠતા અનુભવાશે. ગણેશજીના આશીર્વાદ છે.

કર્ક અધૂરાં કાર્યો પૂરાં કરવા માટે વધારે મહેનત કરશો. અંગત બાબતો કરતાં કારકિર્દીના પ્રશ્નોને અગ્રિમતા આપશો, નોકરી કે વ્‍યવસાયમાં ગુંથાયેલા રહેશો. પ્રિયજન સાથેની મુલાકાત મનને આનંદ સાથે હળવાશની અનુભૂતિ કરાવશે.

સિંહ આજે તમે પ્રતિકૂળતાઓ અને મુશ્‍કેલીઓનો સામનો કરી શકશો. વિજેતા થઈને બહાર આવવું એ આપનો અંતિમ ધ્‍યેય છે. વેપાર-ધંધામાં હરીફાઈનો સામનો કરવો ૫ડે. વ્‍યક્તિગત જીવનમાં ૫રિસ્થિતિ અનુકૂળ રહેશે.

કન્યાજિંદગીને સંપૂર્ણપણે માણી લેવાના મૂડમાં હશો. કામમાંથી મુક્તિ લઈ આરામ ફરમાવવાના મૂડમાં રહેશો. મિત્રો-૫રિવારના સભ્‍યો સાથે સમય આનંદપૂર્વક વિતાવી માનસિક શાંતિ અનુભવશો. ધ્‍યાન-યોગ જેવી પ્રવૃત્તિઓ મનને શાંતિ આપશે.

તુલાઆજથી તમે જ્ઞાન મેળવવાનું શરૂ કરશો તેમ જ શરીરમાં સ્‍ફૂર્તિ અને ઉત્‍સાહનો અનુભવ કરશો. મિત્રો સાથે આત્‍મીયતા અને રૂચિ ધરાવશો. જીવનસાથી તરફથી લાભ થાય. સ્‍વજનોના સાંનિધ્‍યથી આનંદિત રહેશો.

વૃશ્ચિક નવા વિષયો શીખવાની રૂચિ થાય. વધારે અપેક્ષા ન રાખવા અને ગમે ત્‍યાં માથું ન મારવું. છા૫ બગડે તેવો સંભવ છે. ઑફિસમાં ઉ૫રી અધિકારીઓ અને સહકર્મચારીઓ સાથે ઘર્ષણ ટાળવું. દિવસ સંભાળી લેવા જેવો છે.

ધનુમનોરંજન-મોજમજા ખુશમિજાજ રાખશે. આજે આખો​ દિવસ તમારો દોસ્‍તો-૫રિવારજનો સાથે સમય ૫સાર થશે. પ્રિયપાત્ર સાથે સાંજે બહાર ભોજન લેવા જાઓ એવા યોગ છે તેમ જ પ્રણયમાં પણ આજે સફળતા મળે.

મકરઆજે તમે આવનારા ભવિષ્ય અંગે વિચારશો, ભાવિ યોજનાઓ ઘડવામાં દિવસ ૫સાર કરશો, યોજનાઓને અમલમાં મૂકવા માટે અનુકૂળ સમય છે. નિકટતમ વ્‍યક્તિઓ સમક્ષ લાગણીઓ અભિવ્‍યક્ત કરશો.

કુંભજૂની વસ્‍તુઓ પ્રત્‍યેનો નવો અભિગમ કામને વધારે રસપ્રદ બનાવશે. નોકરી-ધંધાવાળા આજે કામમાં વધારે ૫રિમાણોનો ઉમેરો કરી શકશે. આકસ્મિક ધનલાભની શક્યતા. જ્ઞાન સમૃદ્ધ બનશે. દિવસ સફળ બનાવવો.

મીન અચાનક આજે તમને પૈસાનું મૂલ્‍ય સમજાશે. બચતને વધારે મહત્‍વ આપશો, કરકસરથી નાણાં વાપરશો, ખર્ચ વધે તેવી સંભાવના છે ૫રંતુ થોડા જ દિવસોમાં આપ અંકુશમાં લઈ લેશો. નાની બચત યોજનામાં રોકાણ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!