Religious

આજનું રાશિફળ, મહાદેવ ની કૃપા રહેશે તમારા પર

મેષઃ આજે બજારોની વધઘટમાં, શેરોની લે-વેચમાં, બેંકના કામમાં, નોકરીની કામગીરીમાં, વડીલવર્ગના કામમાં ધ્યાન રાખવું પડે.

વૃષભ : માનસિક સ્થિરતા જાળવવી. લોભ-લાલચમાં જખમ કરવું નહીં. મીલન-મુલાકાતમાં ચર્ચામાં ગુસ્સો કરવો નહીં પરિવારનું કામ શાંતિથી કરવું.

મિથુનઃ પુત્ર પૌત્રાદિકના કામથી ખર્ચ-ચિંતા-મુંઝવણ રહે. તે સિવાય શેરોની લે-વેચમાં – ખાદ્ય સામગ્રીના ધંધામાં સંભાળવું પડે.

કર્ક: પત્ની-પુત્ર પૌત્રાદિકના સહયોગથી, તેમના નસીબ-ભાગ્યથી આકસ્મિક કોઈ કામ થાય. નોકરી ધંધામાં લાભ થાય.

સિંહ : નોકરી ધંધાના કામમાં વ્યસ્તતા રહે. પરંતુ સગા-સંબંધી-મિત્રવર્ગ વડીલવર્ગના કામથી ચિંતા-ખર્ચ-દોડધામ રહે.

કન્યાઃ નોકરી-ધંધાના કામમાં સાનુકૂળતા રહે. ધંધો-આવક થાય. જુના-નવા સંબંધ-સંસ્મરણો તાજા થાય.

તુલા : આકસ્મિક શારીરિક કષ્ટપીડા, નાણાંકીય ખર્ચ-નુકસાનીથી નોકરી ધંધાના કામમાં, સંતાનના કામમાં સંભાળવું પડે.

વૃશ્ચિકઃ પારિવારિક-સાંસારિક પ્રશ્ને ચિંતા રહે. બિમારીથી સંભાળવું. નોકરી ધંધાના કામમાં ચિંતા પછી કામ ઉકેલાય.

ધન : ડાયાલીસીસ-બી.પી. તેમજ સાંધાના-વાના દર્દીએ સંભાળવું પડે. પારિવારિક પ્રશ્ને ચિંતા-ગુસ્સો અનુભવાય.

મકરઃ પુત્ર પૌત્રાદિકના કામમાં ખર્ચ થાય, ચિંતા રહે પરંતુ છેલ્લી ઘડીએ કાર્ય સફળતાથી આનંદ-ઉત્સાહ રહે.

કુંભ : મકાન-જમીન-વાહનના કામમાં, પરિવારના વડીલવર્ગના કામમાં ચિંતા-ખર્ચ – વ્યસ્તતા છતાં નોકરી ધંધાનું કામ થાય.

મીન : આક્ષેપ-અપયશ-અપમાન-અવગણના નોકરી ધંધાના કામમાં, પુત્ર પૌત્રાદિક-પરિવારના કામમાં અનુભવાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!