Gujarat

એપ્રિલનો મહિનાનો પહેલો દિવસ કેવો જશે જાણો. આજનું રાશિફળ

મેષ. સ્‍થાવર મિલકતની બાબતમાં કોઈ નિર્ણય લેવો યોગ્‍ય નથી. માનસિક વ્‍યગ્રતા અને શારીરિક અસ્‍વસ્‍થતા રહે. વિદ્યાર્થીઓ માટે સમય મધ્‍યમ કહી શકાય. આપનો સ્‍વમાનભંગ થાય. ઑફિસ કે વ્‍યવસાયમાં સ્‍ત્રીવર્ગથી ચેતતા રહેવાની ગણેશજી સલાહ આપે છે.

વૃષભમિત્રો સાથે પ્રવાસનું આયોજન કરશો. આર્થિક બાબતો ૫ર વધારે ધ્‍યાન આ૫શો. આપને દરેક કાર્યમાં સફળતા મળે. ભાગ્‍યવૃદ્ધિના યોગ છે. ભાઈભાંડુઓનો સારો સહકાર મળે. પ્રિયપાત્રનો સહવાસ અને જાહેર માનસન્‍માન મળે. વેપારમાં વૃદ્ધિ થાય તેમ જ પ્રતિસ્‍પર્ધીઓને માત કરી શકશો.

મિથુન આર્થિક આયોજન સફળતાપૂર્વક હાથ ધરી શકશો. મિષ્‍ટાન્‍ન ભોજન પ્રાપ્‍ત થાય. વિદ્યાર્થીઓને અભ્‍યાસ માટે મધ્‍યમ દિવસ છે. સ્‍નેહીજનો અને મિત્રો સાથેની મુલાકાતથી આનંદ થાય. ધંધામાં સાનુકૂળ વાતાવરણ રહે. આવકમાં વૃદ્ધિ થાય.

સિંહસ્‍વાદિષ્‍ટ ભોજન લેવાનું અને બહાર ફરવા જવાનું આયોજન થાય. માંગલિક પ્રસંગોમાં હાજરી આપવાનું બને. આનંદદાયક પ્રવાસ થાય. ધનલાભ થાય. દાં૫ત્‍યજીવનમાં ઘનિષ્‍ઠતા અનુભવશો.

કન્યાખોટી દલીલબાજી અને વાદવિવાદ સંઘર્ષ ઊભો કરશે. કોર્ટ કચેરીના મામલામાં સાવધાની રાખવાની ગણેશજી સલાહ આપે છે. વાણી અને વર્તનમાં સંયમ રાખવો જરૂરી છે. આવક કરતાં ખર્ચ વધે. ગેરસમજ ઊભી ન થાય તેનું ધ્‍યાન રાખવું.

તુલા વેપાર ધંધામાં વિકાસ સાથે આવક વધે. નોકરિયાતોને નોકરીમાં લાભની તકો મળે. મિત્રો સાથે રમણીય સ્‍થળે ૫ર્યટન થાય. સ્‍ત્રી મિત્રો વિશેષ લાભકારી નીવડશે. સંતાનોના શુભ સમાચાર મળે.

ધનુગૃહ સજાવટનું કાર્ય હાથ ધરશો. ઑફિસમાં ઉ૫રી અધિકારીઓ દ્વારા કામની સરાહના થાય અને તેઓ આપના પ્રેરણાસ્રોત બને. સહકર્મચારીઓનો સાથ-સહકાર મળે. શરીરસ્વાસ્‍થ્‍ય જાળવી શકશો.

મકર થાક અને આળસના કારણે સ્‍ફૂર્તિનો અભાવ વર્તાશે. વિદેશગમન માટેની તકો સર્જાય અથવા વિદેશ વસતા આપ્‍તજનના સમાચાર મળે. સંતાનો અંગે ચિંતા થાય.

કુંભધનખર્ચ વધશે. નિષેધાત્‍મક કાર્યો તેમ જ અનૈતિક કામવૃત્તિ ગેરમાર્ગે ન દોરે તેનું ધ્‍યાન રાખવું. સરકાર વિરોધી પ્રવૃત્તિઓ કરવી ભારે ૫ડશે.

કર્ક -ભાગીદારીમાં લાભ થાય. જાહેર જીવનમાં આપની માન-પ્રતિષ્‍ઠા વધે. મુસાફરી શક્ય બનશે. વિજાતીય વ્‍યક્તિ ૫રત્‍વે આકર્ષણ થાય, ગણેશજીની કૃપા આપ ૫ર રહેશે.

વૃશ્ચિક આપના વિચાર અને વર્તનમાં લાગણીશીલતા વધારે રહે. નોકરીમાં સાથી કર્મચારીઓ સહકાર આપશે. નોકર વર્ગ અને મોસાળ ૫ક્ષથી લાભ થાય. જરૂરી કામમાં જ ધનખર્ચ થશે. વિરોધીઓ કે હરીફોનો ૫રાજય થશે.

મીન – વિદ્યાર્થીઓ માટે સારો દિવસ છે. પ્રેમીજનો પ્રિયપાત્રનું સાંનિધ્‍ય માણી શકે. કામુકતા વિશેષ પ્રમાણમાં રહે. શૅર સટ્ટામાં લાભ થાય. માનસિક સમતુલા જાળવી રાખવા ગણેશજી જણાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!