Religious

આજે આ રાશિ ના જાતકો ને કરવો પડશે તકલીફો નો સામનો જાણો આજનું રાશિફળ

મેષ : આજે વિનાયક ચોથે બજા૨ોની વધઘટમાં આપે ધ્યાન રાખવું પડે, તે સિવાય રોજીંદા કામમાં પ્રગતિ જણાય.

વૃષભ : કમિશન દલાલી- એજન્સીના કામકાજમાં, લોન લેવાની હોય કે અપાવવાની હોય તેમાં આપે જોખમી કામ કરવા નહીં.

મિથુન : આજે વિનાયક ચોથે ભક્તિ- પૂજા- મંત્રજાપથી આનંદ રહે. તમારા અંગત કામ- નોકરી-ધંધાના કામ કરી શકો.

કર્ક : બજારોની વધઘટમાં, શેરોની કામગીરીમાં લોભ લાલચ રાખ્યા વગર સલામતી સાવધાની રાખવી. નોકરીમાં સજાગ રહેવું.

સિંહ : આજે વિનાયક ચોથે નોકરી-ધંધાના કામમાં વ્યસ્ત રહો. તમારી સત્ય નિષ્ઠા પ્રમાણિકતા તમને યશ સફળતા અપાવે.

કન્યા : નોકરી-ધંધાના સબંધ- વ્યવહાર- સંસ્મરણો તાજા થાય. આકસ્મિક ધંધો- આવક થાય. પરદેશનું – બહારગામનું કામ થાય.

તુલા: હરતા ફરતા, વાહન ચલાવતા, બેધ્યાન થઈ જવામાં ઇજા થાય, વિવાદ થાય, કમરમાં, પેશાબમાં, ગુદામાં દેહપીડાથી સંભાળવું.

વૃશ્ચિક : આજે વિનાયક ચોથે ભક્તિ -પૂજા મંત્રજાપથી હૃદય-મનની શાંતિ સ્વસ્થતા જળવાય. સાંસારિક પ્રશ્ને ચિંતા રહે.

ધનઃ હરિફ વર્ગ- ખટપટ- ઇર્ષા કરનારની કામગીરી પ્રવૃત્તિથી તમે અંધારામાં રહો અને આકસ્મિક નુકસાન – મુશ્કેલી સર્જાય.

મકર : આજે વિનાયક ચોથે ભક્તિ પૂજા મંત્રજાપથી તમારા આત્મવિશ્વાસમાં મનોબળમાં વધારો થતાં હળવાશ થતી જાય.

કુંભઃ હરો ફરો કામકાજ કરો પરંતુ હૃદય-મનને ચિંતા ઉચાટ રહ્યા કરે નોકરી ધંધાના કામમાં સજાગ રહેવું પડે.

મીન : આક્ષેપ – અપયશ વિવાદ – ઉપેક્ષા થાય તેવી ચર્ચા કામગીરી નોકરી ધંધામાં ઘર પરિવારમાં મિત્રવર્ગમાં કરવી નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!