આજે છે, કામદા એકાદશી: જાણો તેનું મહત્વ કે શું પુણ્ય મળે છે.
આજે કામદા એકાદશી છે, ત્યારે ચાલો તેનું આજે મહત્વ જાણીએ.સર્વ ધર્મના જ્ઞાતા, વેદ અને શાસ્ત્રોના અર્થજ્ઞાનમાં પારંગત, સૌના હદયમાં રમણ કરનારા, શ્રી વિષ્ણુના તત્વને જાણનારા તથા ભગવત્પરાયણ પ્રહલાદજી જયારે સુખપૂર્વક બેઠા હતા ત્યારે એમની પાસે સ્વધર્મનું પાલન કરનારા મહર્ષિઓ કંઇક પૂછવા માટે આવ્યા.
મહર્ષિઓએ પૂછયું : “પ્રહલાદજી!” તમે કોઇ એવું સાધન કહો કે જેનાથી ણાન, ધ્યાન અને ઇન્દ્રીય નિગ્રહ વિના જ અનાયાસે ભગવાન વિષ્ણુનું પરમ પદ પ્રાપ્ત થઇ જાય.
મહર્ષિઓ દ્વારા આમ પૂછવાથી સંપૂર્ણ લકોના હિત માટે પ્રયત્નશીલ રહેનારા વિષ્ણુભકત પ્રહલાદજીએ આ પ્રમાણે કહ્યું :
“મહર્ષિઓ! જે અઢાર પૂરાણોના સારનું પણ સાર તત્વ છે કે જેને કાર્તિકેયજીના પૂછવાથી ભગવાન શંકરે એમને જણાવ્યું હતું. એનું વર્ણન કરું છું… સાંભળો.”મહાદેવજીએ કાર્તિકેયજીને કહ્યું : “જે કલિમાં એકાદશીની રાત્રે જાગરણ કરતી વખતે વૈષ્ણવ શાસ્ત્રનો પાઠ કરે છે એના કોટી જન્મોમાં કરેલા ચાર જાતના પાપ નષ્ટ થઇ જાય છે. જે એકાદશીના દિવસે વૈષ્ણવ શાસ્ત્રનો ઉપદેશ કરે છે એને મારો ભકત જાણવો જોઇએ.”
જેને એકાદશીના જાગરણમાં ઉંઘ આવતી નથી તથા જે ઉત્સાહપૂર્વક કીર્તન અને ભજન કરે છે એ મારો વિશેષ ભકત છે. હું એને ઉત્તમ જ્ઞાન આપું છું અને ભગવાન વિષ્ણું મોક્ષ પ્રદાન કરે છે. આથી મારા ભકતે વિશેષરુપે જાગરણ કરવું જોઇએ. જેઓ ભગવાન વિષ્ણું પ્રત્યે વેર રાખે છે એમને પાંખડી માનવા જોઇએ. જેઓ એકાદશીની રાત્રે જાગરણ કરે છે અનેભજન કરે છે, એમને સ્વર્ગમાં સ્થાન મળે છે. જેઓ જાગરણ દરમ્યાન વારંવાર ભગવાન વિષ્ણુંના મુખારવિંદનના દર્શન કરે છે, એમને પણ એજ ફળ પ્રાપ્ત થાય છે.
જે માનવ પ્રાદશી તિથીએ ભગવાન વિષ્ણુ સમક્ષ જાગરણ કરે છે એ યમરાજાના પાશમાંથી મુકત થઇ જાય છે. જે દ્વાદશીએ જારણ કરતી વખતે ગીતાશાસ્ત્ર સાથે મનોવિનોદ કરે છે એ પણ યમરાજાના બંધનમાંથી મુકત થઇ જાય છે. જે પ્રાણ ત્યાગે છે પણ દ્વાદશીનું જાગરણ છોડતા નથી એ ધન્ય અને પુણ્યાત્મા છે. જેના વંશમાં લકો એકાદશીની રાતે જાગરણ કરે છે એ ધન્ય છે જેણે એકાદશીએ જાગરણ કર્યું છે એણે યજ્ઞ, દાન, ગયા શ્રાદ્ધ તથા નિત્ય પ્રયાગ સ્નાન કરી લીધુ જાણવું એને સન્યાંસીઓનું પૂણ્ય મળી ગયું.