Gujarat

આજે પણ યાદ કરતા હૈયુ હચમચી જાય તેવું 1998 મા કંડલા મા આવેલુ વાવાઝોડુ, અનેક લોકો ના જીવ ગયા હતા

હાલ કોરોના બાદ વધુ એક ખતરો ગુજરાત પર તોળાઈ રહ્યો છે તે છે તૌકતે નામ ના વાવાઝોડા નો છે ગુજરાત તરફ આવી રહયુ છે અને તેમા પવન ની ઝડપ ખુબ વધુ છે ત્યારે ઈતીહાસ ના પન્ના પર પણ આવુ વાવાઝોડુ કંડલા આવ્યુ હતુ અને ઘણી તબાહી મચાવી હતી.

 

ગુજરાતમાં 9 મી જૂન 1998નો દિવસ ભારે કમનસીબ હતો કે જ્યારે કંડલા બંદર પર વિશાળકાય વાવાઝોડું ત્રાટક્યું હતું. સત્તાવાર 1000 અને બિન સત્તાવાર અનેક લોકોનો દરિયો તાણી ગયો હતો. 30 હજારથી વધુ લોકો બેધર બન્યા હતા. ગુજરાતના દરિયાકાંઠે 1500 કરોડ રૂપિયાનું નુકશાન થયું હતું. 150 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા પવન સાથે વાવાઝોડાંએ કંડલા બંદરને ઉડાવી દીધું હતું. બંદર પર લોખંડની ક્રેનોને પણ વાળી દીધી હતી. આ વાવાઝોડાંની તીવ્રતા એટલી પ્રચંડ હતી કે મજૂરો દરિયામાં તણાઇ ગયા હતા. કેટલીક મહિલાઓને દરિયાના પાણીમાં ડિલીવરી થઇ હતી.

કંડલામાં વાવાઝોડાંનું તોફાન ત્રણ કલાક સુધી ચાલ્યું હતું જેના કારણે ફ્રેન્ડ્સ એન્ડ ફ્રેન્ડ્સ કંપનીના 1300 કર્મચારીઓ લાપત્તા બન્યા હતા. 70 હજાર ટનનું નોર્વેનું જહાજ પણ ફંગોળાઇ ગયું હતું. સ્ટીમર, કન્ટેનર, જીપ અને મોટર ગાડીઓનો કચ્ચરધાણ વળી ગયો હતો. કંડલામાં પાણીમાં પાંચ મોટા જહાજ ડૂબી ગયા હતા.

આટલા વર્ષો પહેલાં આપણું હવામાન ખાતું કે સરકારી તંત્ર એલર્ટ ન હતું, નવી ટેકનોલોજીનો આવિષ્કાર પણ થયો ન હતો. આજે તો મોબાઇલ ફોન, ઇન્ટરનેટ અને સલામતી માટેની નવી ટેકનોલોજીના કારણે આપણે જાનહાનિ નિવારી શકીએ છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!