આજે મહાદેવ કૃપા વરસાવશે, અટકેલા કામ પુરા થશે
મેષઃ આજે હાટકેશ્વર જયંતી વ્રતની પૂનમ છે. એપ્રિલ મહિનાનો અંતિમ સોમવાર છે તે જેમ જેમ પસાર થાય તેમ તેમ આનંદનો રહે
વૃષભ : નોકરી-ધંધાના કામકાજમાં સાનુકૂળ પ્રગતિથી આનંદ-ઉત્સાહ હળવાશ રહે. હાટકેશ્વર જયંતી વ્રતની પૂનમે ધર્મકાર્યથી પ્રવાસ થાય.
મિથુનઃ જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ તમારા વિલંબમાં પડેલા કામ ઉકેલાતા જાય, કાર્યસફળતા- પ્રગતિથી આનંદમાં રહો.
કર્ક : આજે હાટકેશ્વર જયંતી-વ્રતની પૂનમે ધર્મકાર્યમાં હૃદય-મનની પ્રસન્નતા રહે. સગા સંબંધી-મિત્રવર્ગને મળવાનું થાય. નોકરી-ધંધામાં આનંદ રહે.
સિંહ હાટકેશ્વર જયંતી વ્રતની પૂનમને એપ્રિલ મહિનાનો છેલ્લો સોમવાર નોકરી-ધંધાના કામમાં, ધર્મકાર્યમાં વ્યસ્તતાવાળો છતાં આનંદનો રહે.
કન્યા : નોકરી-ધંધાના કામમાં જુના નવા સંબંધ-સંસ્મરણો તાજા થાય. વ્યવહારિક-સામાજીક-ધાર્મિક કામથી મીલન-મુલાકાત થાય.
તુલા : આજે હાટકેશ્વર જયંતી-વ્રતની પૂનમે આનંદથી તમારું તેમજ અન્યનું કામકાજ કરી શકો. ધર્મકાર્ય થાય. નોકરી-ધંધાનું કામ થાય.
વૃશ્વિક :આજે હાટકેશ્વર જયંતી, વ્રતની પૂનમ છે. ભક્તિ-પૂજા-મંત્રજાપમાં આનંદ રહે. નોકરી-ધંધાના કામમાં યશ-સફળતા મળે. આવક થાય.
ધનઃ ધર્મકાર્યમાં, પુત્ર પૌત્રાદિકના કામમાં, નોકરી-ધંધાના કામમાં આજે સાનુકૂળતા રહે. આકસ્મિક કોઈને મળવાનું થાય, આનંદ રહે.
મકર : આજે હાટકેશ્વર જયંતી, વ્રતની પૂનમે હૃદય-મનની પ્રસન્નતા આનંદ કામની સફળતા – પ્રગતિથી અનુભવાય. ધર્મકાર્ય થાય.
કુંભ : આજે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ તમારા રોજીંદા કામ સિવાય અન્ય કામમાં વ્યસ્ત થતા જાવ. ધર્મકાર્ય થાય.
મીનઃ આજે હાટકેશ્વર જયંતી, વ્રતની પૂનમે બપોર પછી આપને અસ્વસ્થતા મુશ્કેલી અનુભવાય. આરોગ્યની કાળજી રાખવી પડે.