આનંદીબેન પટેલ રહે છે, આવા આલીશાન રાજ ભવનમાં જુઓ તસ્વીરો.
આજે આપણે ગુજરાત રાજ્યના સૌ પ્રથમ મહિલા મુખ્યમંત્રી શ્રીમતી આંનદી બહેન પટેલના નિવાસસ્થાન વિશે જાણીશું. તમને જાણીને નવાઈ લાગશે કે, રાષ્ટ્રપતિ ભવનની જેમ રાજ ભવન હોય છે દરેક રાજ્યનું જ્યાં તેમના રાજ્યપાલ નિવાસ કરે છે અને આ ભવન કોઈ સાધારણ ઘર જેવું નથી હોતું પણ આલીશાન રાજાશાહી જેવું જ ઘર હોય છે. ચાલો ત્યારે આપણે રાજભવનની આજે નજીકથી જાણીશું.
આ પહેલા આનંદીબેન પટેલ વિશે એજ નજર કરીએ. આનંદીબેન પટેલ નરેન્દ્રભાઈ મોદી અને કેશુભાઈ પટેલ સાથેનાં ગુજરાત ભાજપનાં મહત્વનાં નેત્રી છે. હાલમાં, તેણી સૌથી વધુ સમય ધારાસભ્યપદે રહેનારા ગુજરાતનાં મહિલા ધારાસભ્યોમાંના એક છે.તેઓએ પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત ૧૯૯૪માંરાજ્ય સભ્ય તરીકે કરી હતી અને ૧૯૯૮ની રાજ્યની ચૂંટણીઓ દરમિયાન તેઓ ગુજરાતમાંથી ધારાસભ્ય બન્યાં. હાલમાં તેઓ એકમાત્ર ગુજરાતના મહિલા ધારાસભ્ય હતાં જે સતત ચાર વખતથી ચૂંટાયા હોય.
નરેન્દ્ર મોદીજીને વડાપ્રધાન બનવા ને લીધે ૨૦૧૪માં તેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે આરૂઢ થયાં અને રાજકારણો સર ૧૯ જાન્યુઆરી ૨૦૧૮ના દિવસે તેઓ મધ્ય પ્રદેશના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરાયા હતા. તેમણે ઓમપ્રકાશ કોહલીનું પદ સંભાળ્યું છે.૨૦ જુલાઈ ૨૦૧૯ના રોજ તેમની નિમણૂક ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તરીકે થઈ હતી હાલમાં તેઓ ઉત્તર પ્રદેશમાં જ રહે છે. અહિયાનું રાજ ભવન કંઈક આવું છે.
ત્રિપ્તિ હોલ આવા આલીશાન રાજભવનમાં આનંદીબેન નિવાસ કરે છે.