Gujarat

આપઘાત કરતા પહેલા મિત્ર ને મેસેજ કર્યો, અને ખુલ્યુ રહસ્ય પત્નીનું હતું વોચમેન સાથે લફરું

જ્યાર થી કોરોના આવ્યો છે, ત્યારે અનેક સમસ્યાઓ સર્જાય છે, ત્યારે ચાલો એક એવો દુઃખદ ઘટના વિશે જાણીએ કે તમે પણ ચોંકી જશો.હાલમાં આપઘાતનાં બનાવ ખૂબ જ બને છે.

સુરતમાં એક યુવકે બિલ્ડીંગના 11મા માળેથી ઝંપલાવીને આપઘાત કર્યો હતો. આપઘાત કરનાર યુવક વાહન દલાલ હોવાનું સામે આવ્યું હતું. ઘટનાની જાણ થતા પોલીસે સ્થળ પર પહોંચીને આપઘાત કરનાર યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને આગળની કાર્યવાહી શરૂ કરી હતી.

પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે, યુવકની પત્નીને તેની બિલ્ડીંગના વોચમેન સાથે પ્રેમસંબંધ બંધાઈ ગયો હતો. તેથી તેને અગાઉ પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તે સમયે પોલીસે તેને આપઘાતનો પ્રયાસ કરતા પકડી લીધો હતો. તે સમયે તેને સમાજમાં બદનામી થશે તેવા ડરના કારણે પત્નીના કારણે આપઘાત કરે છે તે હકીકત પોલીસને જણાવી ન હોતી.

પત્ની અને તેના પતિના ત્રાસથી યુવક ખૂબ જ ત્રાસી ગયો હતો અને આજ કારણે તેને આખરે ફરી એક વખત આપઘાત કરવાનું વિચાર્યું અને  બિલ્ડીંગના 11 માળેથી પોતાનું જીવન ટૂંકાવ્યું. પારસે આપઘાત કરતા પહેલા તેના મિત્ર હાર્દિકને એક ફોટો મોકલીને કહ્યું હતું કે, મારા મોતનો જિમ્મેદાર આ વ્યક્તિ છે.

મારા અંતિમ સંસ્કાર તું કરજે. મારો મોબાઈલ મેં રાજહંસ એલીટાના ટેરેસ પર મૂક્યો છે. તેનો પાસવર્ડ 1234 છે. આ સમગ્ર મામલે પારસની માતાએ પુત્રવધુ હિના અને વોચમેન અંકિતની સામે ફરિયાદ નોંધાવી હતી, ખરેખર સુખી લગ્ન જીવન હોવા છતાં પત્નીએ આવું પગલું ભરીને ત્રણેયની ઝીંદગી બગાડી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!