Health

આપણુ રસોડુ જ છે ઔષધિઓ નો ખજાનો, જાણો કઈ વસ્તુ નો કઈ સમસ્યા માટે ઉપયોગ કરવો

1-હળદર :હળદર નો ઉપયોગ અનેક જગ્યા એ થાય છે અહી તમને જણાવી શુ કે જો કોઈ ઘા વાગે અને લોહી અટકતું ના હોય તો તેના પર હળદર ની ભુકી લગાવો.

2-જીરુ :- જીરુ નો ઉપયોગ આપણે એસિડીટી માટે કરી શકીએ છીએ છાસ મા જીરુ આખી ને પીવાથી એસિડીટી મા રાહત મળશે.

3-બાંધા ની હીંગ -દેશી બાંધા ની હીંગ ખુબ ઉપયોગી ઔષધિઓ માથી એક છે પેટ નો દુખતુ હોય તો પેટ ના ડુટી ના ભાગ મા થોડા પાણી સાથે મિક્સ કરી ને લગાવો.

5-ઘી :- શુધ્ધ દેશી ઘી ધરતી પર નુ અમૃત છે જો રાત્રે ઉંઘ ના આવતી હોય તો કપાળ ના ભાગ મા ઘી લગાવો અવશ્ય ફાયદો થશે.

6-આદુ:- દુઃખાવાનાશક, સંધીવા, લોહીવા, સાંધાના દુઃખાવામાં અતિ ઉપયોગી છે. એન્ટી ઓક્સીડેન્ટ છે. અપચો કે મોળ આવવા જેવા લક્ષણો માટે તે અપાય છે. તેના બાયોએક્ટીવ તત્ત્વો શેગાજોલ, જીંજેરોલ છે. હૃદય માટે ગુણકારી, એટલે કે કાર્ડિએક ટોનીક તાવ ઉતારનાર (એન્ટી પાઈરેટીક) આદુમાં રહેલા ફેનોલીક તત્વોને કારણે પેટમાં થતું અલ્સર રોકે છે.

7-રાઈ :- શરીરમાં કેડમીયમ જે શરીરના સેલને અતિ નુકસાન કરે છે તેની વિષાકત અસરને ઓછી કરવામાં શ્રેષ્ઠ મનાય છે. આહારની દ્રષ્ટિએ જોઈએ તો રાયમાં સેલેનીયમ, કોમિયમ, ઝીંક અને આયર્ન છે. ઉપરાંત તેમાં ખૂબ જ સારી માત્રામાં વિટામીન એ અને સી તથા મીનરલ છે.

8-મેથી :- શરીરમાં ઈન્સ્યુલીનનો અવરોધ ઘટાડે છે તેથી એન્ટી ડાયાબીટીક, શરીરમાં સારો કોલેસ્ટ્રોલ જેને એચડીએલ કહે છે તેને વધારી અને ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડે છે. ઉપરાંત તે ટ્રાઈગ્લીસેરાઈડને પણ સારી રીતે ઘટાડવામાં ઉપયોગી છે.

9-મરી :- પાઈપરીન-કાર્યકારી તત્વ, પાચનક્રિયા ઝડપી બનાવે છે. પાચક રસોનો સ્રાવ વધારનાર, બીજા ઔષધ સાથે આપવાથી કાર્યશકિત વધારનાર, શરીરનું તાપમાન વધારનાર એટલે કે થર્મોજેનીક એલીવેટર, રોગ પ્રતિકારક શક્તિ વધારનાર, અમુક પ્રકારની શરીરની ગાંઠો ઘટાડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!