આયુષમંત્રાલય દ્વારા સૂચવેલ આ ઉપાયો તમને રોગપ્રતિકારક શક્તિ વધારવા ઉપયોગી થશે.
હાલમાં કોરોનાની મહામારીમાં આયુષમંત્રાલય દ્વારા નાગરિકોને સલાહ સૂચનો આપવામાં આવી રહી છે. જેથી સૌ કોઈનું આરોગ્ય સ્વસ્થ રહે. જેથી આપ સૌ આપની રોગ પ્રતિકારક શક્તિ વધારી શકો છો. આમ પણ કેહવાય છે ને કે આપણા આરોગ્યનું જતન આપણા જ હાથમાં હોય છે.
ખાસ કરીને આયુષમંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે કેદિવસ દરમિયાન ગરમ પાણી પીવું જોઈએ. તે સિવાય ગરમ પાણીમાં ચપટી મીઠું અને હળદર નાખીને કોગળા કરવા જોઈએ તેમજ ખાસ ઘરે બનાવેલું તાજુ ખાવાનું ખાઓ. ખાવાનું એવું હોવું જોઈએ જે સરળતાથી પચી જાય. ખાવામાં હળદર, જીરું, કોથમીર, આદુ અને લસણ જેવા મસાલાનો ઉપયોગ કરો. આમળા અથવા તેનાથી બનેલી પ્રોડક્ટ ખાવી જોઈએ.
આયુષ નેશનલ ક્લિનિકલ મેનેજમેન્ટ પ્રોટોકોલ મંત્રાલયની સલાહ પ્રમાણે રોજના ઓછામાં ઓછા 30 મિનિટ માટે યોગ, પ્રાણાયામ અને મેડિટેશન કરવાની કોશિશ કરવી જોઈએ. તે સિવાય સારી ઊંઘ લો. દિવસમાં ઊંઘવાથી બચવું અને રાતે 7-8 કલાકની સારી ઊંઘ લો.
ઈમ્યુનિટી વધારવા માટે બે વખત 20 ગ્રામ ચ્યવનપ્રાશ સવારે-સાંજે ખાલી પેટે હુંફાળા પાણી સાથે લેવું જોઈએ. હળદરવાળું દૂધ પીઓ. તેને બનાવવા માટે 150 ગ્રામ દૂધમાં અડધી ચમચી હળદર નાખીને મિક્સ કરીને પીઓ. દિવસમાં એક અથવા બે વખત પીઓ આપણે આ સિવાય વધુ આરોગ્ય વિશે જાણીશું.