આવી રીતે તમે RT-PCR ટેસ્ટને સમજી શકશો.
હાલમાં સતત કોરોના વધી રહ્યો છે ત્યારે સૌ કોઈને કોરોના કોઈપણ જાતના લક્ષણ દેખાય તો ટેસ્ટ કરાવવાનો સૂચનો આપવામાં આવ્યા છે જેથી ઘણા લોકોને સંક્રમિત કરે છે.. ત્યારે કોરોનાને કાબુમાં લેવા માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રાજ્યમાં ટેસ્ટિંગની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે. તો બીજી તરફ RT-PCR ટેસ્ટ માટે લોકોએ બેથી ત્રણ દિવસનું વેઇટિંગ કરવું પડી રહ્યું છે.
RT-PCR ટેસ્ટમાં CT વેલ્યૂનો આંકડો દર્શાવવામાં આવે છે. તે આંકડાનો અર્થ શું થાય છે.CT વેલ્યૂ એટલે સાયકલ થ્રેસહોલ્ડ. આનો મતલબ એવો થાય છે કે, કેટલી સાઇકલ ફર્યા પછી કોરોના વાયરસ તમારામાં આવ્યો છે. બીજી મહત્ત્વની વાત એ છે કે, જેટલો વાયરસનો લોડ શરીરમાં વધારે હોય તેટલી CT વેલ્યૂ ઓછી આવે છે અને જેટલો વાયરસનો લોડ ઓછો હોય તેટલી CT વેલ્યૂ વધારે આવે છે.
આ ઉપરાંત RT-PCR ટેસ્ટમાં CT વેલ્યૂને ચાર પ્રકારે દર્શાવવામાં આવે છે. આ ચાર પ્રકારમાં CT વેલ્યૂ 17થી 24, CT વેલ્યૂ 24થી 30, CT વેલ્યૂ 30થી 35 અને CT વેલ્યૂ 35 કરતા વધારે. જો CT વેલ્યૂ 35 કરતા વધારે આવે તો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવે છે.