આ ઔષધિનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધશે.
હાલમાં સમયમાં કોરોના સામે રક્ષણ મેળવવા આપણે અમૃત મેળવવા જાતે જ અમૃત મંથન કરવું જોશે કારણ કે આપનું સ્વાસ્થ્ય ની કાળજી માત્રને માત્ર આપણા હાથમાં.છે ત્યારે ચાલો અમે આપના માટે એક એવું જ અમૃત લઈને આવ્યા છીએ જે કોરોના સામે અમૃતરૂપી કાર્ય કરશે.
કુદરત આપણને અનેક ઔષધિઓ આપી છે ત્યારે કોરોના કાળ માં અમૃત સમાન છે. ગળો આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારવામાં મદદ કરે છે.લીલી ગળોનો ચારેક ચમચી જેટલો રસ કાઢી તેમાં એક ચમચી તુલસીનો રસ મિશ્ર કરી સવાર-સાંજ લેવો. બે-ત્રણ દિવસમાં જ તાવમાં રાહત જણાશે.
૦ ગળો માં એન્ટી ઓક્સીડેન્ટ ગુણ હોય છે જે ગંભીર રોગો નો સામનો કરે છે. ગળોના 10-20 ગ્રામ કાઢામાં 2 ચમચી મધ મેળવી પીવાથી બધા જ પ્રકાર ની શરદીમાં લાભ થાય છે.ગળો બંને કીડની અને હૃદય માંથી ઝેરીલા પદાર્થો દુર કરે છે
ગળો અને સુંઠ ના ચૂર્ણ ને સુંઘવાથી હેડકી બંધ થઇ જાય છે.ઘી સાથે ગળો લેવાથી વાયુના રોગ, ગોળ સાથે લેવાથી મળાવરોધ કબજિયાત, સાકર સાથે લેવાથી પિત્તના રોગો, મધ સાથે કફના રોગો, એરંડિયા-વેિલ સાથે વાતરક્ત (ગાઉટ) રોગ તથા સૂંઠ સાથે લેવાતી તે આમવાત-રૂમેટોઇડ અર્થાઇટીસ મટાડે છે. તમેં અને તમારા મિત્રોને આ માહિતી શેર કરો.