આ ક્રિકેટરો ભારત અને પાકિસ્તાન બન્ને દેશ તરફ થી રમેલા છે ક્રિકેટ
આપણા ભારત દેશ મા ક્રિકેટ ને ખુબ ઉંચો દરરજો મળેલો છે. આપણા દેશ મા અનેક મહાન ક્રિકેટરો દય ગયા જમા આજે પણ સચીન ને ગોડ ઓફ ક્રિકેટ કહેવામાં આવે છે પરંતુ આના થી જુના સમય મા પણ ઘણા મહાન ક્રિકેટરો થય ગયા અને અમુક ક્રિકેટરો એવા પણ છે કે જે ભારત અને પાકિસ્તાન બન્ને ની ટીમ મા રમેલા છે. જાણો કયાં ક્યાં ક્રિકેટરો છે એ.
ક્રિકેટર અબ્દુલ હફીઝ :- અબ્દુલ નો જન્મ 17 જાન્યુઆરી 1925 ના રોજ બ્રીટીશ ઈન્ડિયા પંજાબ પ્રાંત મા થયો હતો તેથી શરુવાત ની મેચો ભારત અને આઝાદી પછી ની મેચો તે પાકિસ્તાન તરફ થી રમ્યો હતો. આ ક્રિકેટર એ ભારત તરફ થી 3 ટેસ્ટ અને પાકિસ્તાન તરફ થી 23 ટેસ્ટ રમ્યો હતો. આ ક્રિકેટર ને આજે પણ ક્રિકેટર ફાધર ઓફ પાકિસ્તાન કહેવામાં આવે છે.
ગુલ મોહમદ :- ગુલ મોહમ્મદ ભારત તરફથી 1946-52માં 8 ટેસ્ટ મેચ રમ્યા હતા. દરમિયાન તેમને 166 રન બનાવ્યા જેમાં તેમનો સર્વશ્રેષ્ઠ સ્કોર 24 રન હતો. સાથે તેમને 2 વિકેટ પણ ઝડપી હતી. તો પાકિસ્તાન તરફથી ગુલ મોહમ્મદે 1956માં 1 ટેસ્ટ મેચ રમી હતી જેમાં તેમને 39 રન બનાવ્યા હતા.
આમીર ઈલાહી :- આમિર ઈલાહી એ ભારત તરફથી 1 ટેસ્ટ 1947 મા રમ્યો હતો. જયારે 1952 મા પાકિસ્તાન તરફ થી 5 ટેસ્ટ મેચ રમી હતી.