India

આ નેત્રહીન મહિલા છે, ભારતની સૌથી ધનિક મહિલા! સોનુ સુદ કર્યા તેની જીવની કહાની સાંભળી કર્યા વખાણ.

કોરોનાની પરિસ્થિતિમાં સોનુ સુદ સૌ કોઈ દિલ જીતી લીધું છે, કોઈપણ સ્વાર્થ વગર તેમણે સામાન્ય લોકોની સેવા કરી છે અને આજે પણ તેઓ કોઈપણ મદદ કરવા દિવસરાત તૈયાર જ રહે છે. ત્યારે હાલમાં જ સોનુ સુદ ટ્વિટર દ્વારા એક મહિલાની વાત શેર કરી છે, ત્યારે ચાલો ત્યારે જાણીએ કે શા માટે આ મહિલાને ભારતની સૌથી ધનવાન મહિલા કહી છે.

આ યુવતીનું નામ બોદૂ નાગા લક્ષ્મી છે, જે ફેમસ યુટ્યૂબર છે. આંધ્ર પ્રદેશના એક નાનકડા ગામ વરિકુંતપુડુની રહેવાસી લક્ષ્મીએ 15 હજાર રૂપિયા સૂદ ફાઉન્ડેશનમાં ડોનેટ કર્યા અને આ તેનું પાંચ મહિનાનું પેન્શન હતું. મારા માટે તે ભારતની સૌથી ધનવાન મહિલા છે. કોઈકના દુઃખને જોવા માટે તમને આંખોની રોશનીની જરૂર નથી. એક સાચી હીરો.

સોની સુદે આ પોસ્ટ 13 મેના રોજ શેર કરી છે, જેને અત્યારસુધીમાં 22 હજાર કરતા વધુ લાઈક્સ મળી ચુક્યા છે અને 4 હજાર કરતા વધુ રિ-ટ્વીટ્સ થઈ ચુક્યા છે. લોકો યુવતીના ખૂબ જ વખાણ કરી રહ્યા છે. ખરેખર આ એક સરહાનીય વાત છે, કારણ કે આ મહિલા પોતાની તમામ કમાણી અર્પી દીધી, ખરેખર ધન્ય છે અને વંદનીય છે એ મહિલા આપણે તેના પાસેથી શીખ લેવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!