Gujarat

આ મંદિરમાં દેવીની યોની પૂજા કરવામાં આવે છે! જાણો કામખ્યા દેવીના પ્રાગટય વિશે.

મા સતીએ જ્યારે દેહત્યાગ કર્યો ત્યારે તેમના અંગો જ્યાં જ્યાં પડ્યાં એ તમામ સ્થાનક 51 શક્તિપીઢ તરીકે ઓળખાયા છે. આજે આપણે દેવી એક એવા ચમત્કારી જ્યાં 64 યોનીઓ અને દસ મહાવિદ્યાઓ સાથે બિરાજિત છે. આ શક્તિપીઢ ખૂબ જ અનોખું છે. ચાલો આજે આપણે આ મંદિર પૌરાણિક કથા વિશે જાણીએ કે, શા માટે અહીંયા દેવીની યોની પૂજા થાય છે. અહીંયા પ્રસાદ સ્વરૂપમાં કાપડ આપવામાં આવે છે.અહીંયા દેવી તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે, અહીંયા મૂર્તિ નહીં પરંતુ યોની પૂજા કરવામાં આવે છે.

આ મંદિર વિશ્વનું  એકમાત્ર એવું શક્તિપીઠ છે, જ્યાં દસેય મહાવિદ્યાઓ- ભુવનેશ્વરી, બગલા, છિન્નમસ્તિકા, કાલી, તારા, માતંગી, કમલા, સરસ્વતી, ધૂમાવતી અને ભૈરવી એક જ જગ્યાએ બિરાજિત છે. તમને એ વાત જાણીને નવાઈ થશે કે આ . કામાખ્યા શક્તિપીઠ ગુવાહાટી (અસમ)ના પશ્ચિમમાં 8 કિમી દૂર ઈલાંચલ પર્વત આવેલ છે, એવું કહેવાય છે કે, માતાના બધા જ શક્તિપીઠોમાં કામાખ્યા શક્તિપીઠ સૌથી ઉત્તમ ગણાય છે.

પૌરાણિક કથા અનુસાર જ્યારે સતી દેવી પોતાના પિતાના ઘરે યજ્ઞકુંડમાં પોતાનો દેહ ત્યાગ કર્યો અને જ્યારે ભગવાન શિવને જાણ થઈ ત્યારે સતીનું શરીર લઈને તેવો વિનાશ તાંડવઃ શરૂ કર્યુંશિવજીના આ તાંડવના કારણે આખી સૃષ્ટિના વિનાશનું સંકટ ઊભું થઈ ગયું હતું. આ સંકટને દૂર કરવા માટે ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્ર દ્વારા માતા સતીના શરીરના ટુકડા-ટુકડા કરી દીધા હતા. જ્યાં-જ્યાં સતીના શરીરનાં અંગ પડ્યાં, ત્યાં-ત્યાં શક્તિપીઠ બની ગયાં.

કામાખ્યા શક્તિપીઠ પર માતા સતીનો ગુહ્વા એટલે કે યોનિ ભાગ પડ્યો હતો. આ કારણે કામાખ્યા મહાપીઠની ઉપ્તત્તિ થઈ. કહેવાય છે કે, અહીં દેવીનો યોનિ ભાગ હોવાથી વર્ષમાં એકવાર ત્રણ દિવસ માટે માતા રજસ્વલા થાય છે.આ મંદિરમાં દેવીના યોનિ ભાગની જ પૂજા કરવામાં આવે છે. મંદિરમાં એક કુંડ જેવું છે, જે હંમેશાં ફૂલોથી ઠંકાયેલો રહે છે. આ જગ્યાની પાસે જ એક મંદિર છે. જ્યાં દેવીની મૂતિની સ્થાપના કરવામાં આવી છે. આ પીઠ માતાનાં બધાં જ પીઠોમાં મહાપીઠ ગણાય છે.

આ દરમિયાન અહીં અમ્બૂવાચી મેળો ભરાય છે. આ મેળો દર વર્ષે જૂનમાં ભરાય છે. આ ત્રણ દિવસો દરમિયાન મંદિર બંધ રાખવામાં આવે છે. ત્રણ દિવસો બાદ ખૂબજ ઉત્સાહ સાથે મંદિર ખોલવામાં આવે છે.  મંદિરમાં ભક્તોને પ્રસાદ રીપે ભીનું વસ્ત્ર આપવામાં આવે છે, જે અમ્બુવાચી વસ્ત્ર તરીકે ઓળખાય છે. કહેવાય છે કે દેવી રજસ્વલા થાય એ દરમિયાન પ્રતિમાની આસપાસ સફેદ કપડું પાથરવામાં આવે છે. ત્રણ દિવસ પછી જ્યારે મંદિરનો દ્વાર ખોલવામાં આવે છે, ત્યારે આ વસ્ત્ર માતાના રક્તથી લાલ થઈ જાય છે. પછી આ વસ્ત્રને ભક્તોને પ્રસાદ રૂપે વહેંચવામાં આવે છે.
કામાખ્યા મંદિરથી થોડે દૂર ઉમાનંદ ભૈરવ મંદિર છે, ઉમાનંદ ભૈરવ જ આ શક્તિપીઠના ભૈરવ છે. આ મંદિર બ્રહ્મપુત્ર નદીની વચ્ચે છે. કહેવાય છે કે, તેના દર્શન વગર કામાખ્યા દેવીની યાત્રા અધૂરી ગણાય છે. કામાખ્યા મંદિરની યાત્રા પૂરી કરવા માટે ઉમાનંદ ભૈરવનાં દર્શન કરવાં જરૂરી છે. અહીંયા થી આપની યાત્રા પૂર્ણ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!