Gujarat

આ યુવાને પોતાના જીવની પરવહા કર્યા વગર અજાણ્યા કોરોના દર્દી સારવાર કરી અને પછી થયું આવું…

આપણા ગુજરાતીમાં કહેવાય છે ને કે, માનવ સેવા એજ પ્રભુ સેવા! ભગવાનની સેવા કરવી એનાથી વધુ પુણ્ય ત્યારે થાય છે, જ્યારે કોઈ વ્યક્તિ જરૂરિયાતમંદ લોકોની મદદ કરે છે. હાલમાં અનેક આપણે માનવતા દાખલા જોયા છે કે, આપણું હૈયું ભરી ઉઠે તેમજ આજે આપણે એક એવો જ કરુણદાયક ઘટના વિશે જાણ કરવાની છે કે, વાત જાણશો ત્યારે આંખમાંથી આંસુઓ આવી જશે.

આ વાત છે, સુરતના અંકિતની! જ્યારે તે ૧૨મા ધોરણમાંહતો ત્યારે એના પિતાનું અવસાન થયું. નાના ભાઈ-બહેન સહિતના પરિવારની જવાબદારી આ ૧૭ વર્ષના છોકરા પર આવી. અંકિતના પિતા મહિને ૪૦૦૦ જેવું કમાતા જેમાંથી ક્યારેક ઘરનું ભાડું પણ ન નીકળતું તેથી તે સુરતના જુદા જુદા વિસ્તારોમાં ૮-૧૦ જગ્યાએ સાયકલ પર જઈને ટ્યુશન આપવાનું ચાલુ કર્યું.

કહેવાય છે ને કે, અથાગ પરિકશ્રમ અને દ્રઢ આત્મવિશ્વાસ થકી કોઈપણ અશક્ય કાર્યને શક્ય કરી શકીએ છે તેમજ આપણે જોયેલા સ્વપ્નને પણ હકીકતમાં બદલી શકીએ છે.
આ વર્ષે આ છોકરાએ ભારતની સૌથી અઘરી ગણાતી યુપીએસસીની મુખ્ય પરીક્ષા પાસ કરી ઇન્ટરવ્યૂ તૈયારી દાખવી પણ પરિવાર સભ્યોને કોરોના થતા તે સુરત પરત આવેલો.

એકવાર એકદિવસ અંકિત એના પિતરાઈ ભાઈના ગોડાઉન પર ગયો હતો. સુરતના વેલંજા વિસ્તારમાં આવેલા ગોડાઉન પરથી સાંજના ૭ વાગ્યાની આસપાસ પરત આવતી વખતે ગોડાઉનની સામેની દુકાનને જ ઘર બનાવીને રહેતા લગભગ ૪૫ વર્ષના એક ભાઈને ધ્રુજતા જોયા. અંકિત એની પાસે ગયો અને પૂછપરછ કરી એટલે ખબર પડી કે એ ભાઈ વોચમેન તરીકે કામ કરે છે એમના પત્ની સાથે ભાડાની દુકાનને જ ઘર બનાવીને રહે છે.

અંકિત માનવતા દાખવીને તેમને હોસ્પિટલમાં લઈ ગયો અને જાણ થઈ કે, તેમને કોરોના છે આવી પરિસ્થિતિ બીજું કોઈ હોય તો જતું રહે પરતું અંકિત આ એવા વ્યક્તિની મદદ કરી જેની સાથે લોહી સંબધ ન હતો અને આખરે રોજ ટિફિન પહોંચાડતો તેમજ ઓક્સિજન ચેક કરવું જેવી બાબતી ધ્યાન રાખતો અને થયું એવું કે વધારે તબિયત ખરાબ થતા તેને હોસ્પિટલમાં દાખલ કર્યા જ્યાં લાખથી વધુ બિલ આવ્યું જે ચૂકવવા સક્ષમ ન હતો આથી લોકોની મદદ થી તેને આ ભાઈને સેવા કરી ત્યારે એટલું જ કહેવાય કે ભગવાન આ વ્યક્તિ ન દરેક સપનાં પૂર્ણ કરે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!