આ રાશિજાતકો હનુમાનજીને પ્રસન્ન કરવા આ કાર્યો કરશે તો ભાગ્ય ચમકશે.
આજે મંગળવારનાં દિવસે જ્યોતિષશાસ્ત્ર મુજબ મેષ, વૃશ્ચિક, કુંભ, વૃષભ જાતિના લોકોએ ખાસ કરીને હનુમાનજીને આજે પ્રસન્ન કરવા જોઈએ જેનાંથી તેમનું ભાગ્ય ચમકશે તેમજ જાણો કે બીજાં રાશિજાતકો એ પણ હમૂમાનજી આવી રીતે પૂજા અર્ચના કરશે તો તેમના જીવનમાં ક્યારેય કષ્ટ નહીં આવે.
આપણે સૌ કોઇ જાણીએ છે કે, શનિવારના રોજ હનુમાન ચાલીસા અને બજરંગ બાણનો પાઠ કરવાથી વ્યક્તિની દૈનિક તકલીફનો અંત આવે છે અને હનુમાનજીની કૃપા જોવા મળે છે. જો તમે કોઈ શુભ કાર્ય કરવા માટે બહાર જઈ રહ્યા છો તો પહેલા હનુમાનજીના ફોટો અથવા મૂર્તિ સામે હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી તમને નિર્ધારિત કાર્યમાં ચોક્કસ સફળતા મળશે.
આ સિવાય મંગળવારના રોજ હનુમાનજીના પૂજા-પાઠ કરવાથી જીવનમાં ખુશીઓનો પ્રવેશ થશે. તમે મંગળવાર અને શનિવારના રોજ ભગવાન શ્રીરામના જાપ કરી શકો છો. હનુમાનજીની મૂર્તિ અથવા ફોટો સામે દીવો પ્રગટાવીને હનુમાન ચાલીસા કરવાથી તમારા દરેક કાર્ય પૂર્ણ થશે.
મંગળવાર અથવા શનિવારના દિવસે હનુમાનજીને પ્રસાદરૂપે બુંદીના લાડુ અર્પણ કરવાથી તમારી સમસ્યા દૂર થશે. દિવસમાં દરરોજ બે વખત હનુમાન ચાલીસા કરવાથી તમારા જીવનમાં જોવા મળતી સમસ્યાનો અંત આવશે અને હનુમાનજીની તમારા પર કૃપા જોવા મળશે. આ સિવાય તમે મંદિરમાં હનુમાનજીને તેલ, સિંદુર અથવા તો આંકડાની માળા પણ ચઢાવી શકો છો. પીપળાના ઝાડ નીચે બેસીને હનુમાન ચાલીસા કરવાથી લાભ થાય છે.