Religious

આ રાશિ માટે આજનો દિવસ ખાસ, જાણો આજનું રાશિફળ

મેષઃ આજે બજારોની વધઘટમાં વેપાર ધંધામાં નુકસાન થાય તેવા કોઇ નિર્ણય કરવા નહીં. રોજીંદા કામમાં તકલીફ પડે. આરોગ્ય અસ્વસ્થતા રહે.

વૃષભ : એપ્રીલ મહિનાના અંતિમ દિવસો નોકરી-ધંધાના કામમાં શાંતિ સ્વસ્થતા, એકાગ્રતા રાખીને પસાર કરવા પડે, ગુસ્સો કરવી નહીં.

મિથુનઃ વિલંબમાં પડેલ કામ ઉકેલાય. ઉઘરાણી મેળવવા તેમજ નાણાંની લેવડ દેવડનો વ્યવહાર સાચવવા ચિંતા-દોડધામ રહે.

કર્ક : વાણીની મીઠાસ અને વ્યવહારની નમ્રતા તમારા કામના ઉકેલમાં લાભદાયી રહે. નોકરી-ધંધાનું – સંતાનનું કામ ઉકેલાતું જાય.

સિંહ : તમારી વ્યગ્રતા-ચિંતા-ઉચાટતમને હાનિકર્તા રહે. નોકરી-ધંધાના ઘર પરિવારના કામમાં શાંતિ- સ્વસ્થતા- ધીરજ રાખવી પડે.

કન્યા : નોકરી-ધંધાના કામ અંગે મીલન – મુલાકાત- ચર્ચા વિચરણા થાય. ઘર પરિવારના કામમાં અન્યના સહકારથી રાહત રહે.

તુલા : આપના નોકરી-ધંધાના કામ, રોજીંદા કામ સાનુકુળતાથી કરી શકો. સરકારી- રાજકીય ખાતાકીય કામ ઉકેલવા પડે.

વૃશ્ચિકઃ વિચરોની દ્વિધા- અસ્થિરતા- અશાંતિના કારણે તમને કંઇ ગમે નહીં. તમારું કે અન્યનું કામ કરવામાં તકલીફ પડે.

ધન : આજે આપે બેંકના હિસાબી કામ અંગે, નાણાંની લેવડ દેવડના વ્યવહારના પ્રશ્ને ચિંતા-દોડધામમાં દિવસ પસાર કરવો પડે.

મકર : જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ તમારા નોકરી-ધંધાના કામ ઉકેલવામં સાનુકુળતા- રાહત અનુભવતા જાવ. આનંદ રહે.

કુંભઃ નોકરી-ધંધાના કામમાં, સરકારી રાજકીય ખાતાકીય નાણાંકીય કામમાં જવાબદારીમાં વ્યસ્તતા રહે. શ્રમ થાક જણાય.

મીન : જેમ જેમ દિવસ પસાર થતો જાય તેમ તેમ તમારી ચિંતા – પ્રતિકુળતા હળવી થતી જાય. સાંજના સમયે સાનુકુળતા રહે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!