આ રીતે કોરોના ની વેક્સીન નુ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવો, જાણો કેવી રીતે કરવી પ્રોસેસ
કોરોના ના લીધે મોત નો આંકડો સતત વધી રહ્યો છે જેના કારણે ડર ફેલાયો છે અને લોકો વેક્સીન લેવા માટે પડાપડી કરી રહ્યા છે તો ઘણા લોકો ને ખબર નથી કે કેવી રીતે વેક્સીન લેવી તો ચાલો જાણીએ કઈ રીતે કોરોના ની વેકસીન નુ ઓનલાઇન રજીસ્ટ્રેશન કેવી રીતે કરવુ.
ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવા માટે કયાય બહાર જાવાની જરુર નથી પોતના મોબાઇલ મે જ કો વીન (co-win) નામ ની એપ્લીકેશન ડાઉનલોડ કરવાની છે. આ ઉપરાંત આરોગ્ય સેતુ એપ પર પણ રજીસ્ટ્રેશન થય શકશે.
એપ્લીકેશન ઓપન કરતા તમારે તમારા મોબાઈલ નંબર થી તેમા એકાઉન્ટ બનાવવાનું રહેશે જેમા તમારુ નામ, લિંગ અને ઉમર ઓળખપત્ર અપલોડ કરવુ. ત્યાર બાદ સમય અને રસીકરણ ની તારીખ સ્થળ પસંદ કરવાનું રહેશે. આ રીતે તમે તમારી વેકસીન બુક કરાવી શકો છો