આ રીતે ઘરે જ બનાવો મનમોહીત પીસ્તા ડીવાઈટ મીઠાઈ
૧૦૦ ગ્રામ પિસ્તાંની કતરણ ૩૦ ગ્રામ એલચીનો ભૂકો/ ગોળનો ભૂકો ૧૦૦ ગ્રામ ૧૦૦ ગ્રામ બદામ, કાજુ, અખરોટના ટુકડા/ 50 ગ્રામ ઘી.
ફ્રાયપેનમાં ઘી ગરમ કરો. એમાં ગોળનો ભૂકો નાખો. થોડું પાણી નાખી સતત હલાવતા રહો. ગોળનો પાક તૈયાર થઈ જાય એટલે એમાં સૂકો મેવો મિક્સ કરો. પિસ્તાંની કતરણ અલગ રાખવી.
ઘી ચોપડેલી થાળીમાં ગોળ-સૂકા મેવાનું મિશ્રણ ટાળી દો. એક સરખી સપાટીએ પથરાય એટલે સપાટ તળિયાની ઘી ચોપડેલી વાટકીથી દબાવીને પસારો. ઉપરથી પિસ્તાંની કતરણ પાથરી ફરી ઘી ચોડેલા તળિયાવાળી વાટકીથી દબાવો. ચોરસ ચોસલાં કાપી લો. એકદમ ઠંડું થાય પછી ઉખાડી એરટાઈટ ડબ્બામાં ભરી દો.