આ વેગને ક્યારેય રોકશો નહીં થઈ શકે છે, આવા રોગો.
ઘણા લોકોની આદત હોય છે, ક્યારેક મૂત્રવેગને રોકવાની તો ક્યારેક વીર્યવેગની રોકવાની! પરતું તમે એ નહીં જાણતા હોય કે આ વેગ રોકવાથી અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવું કરવાથી અનેક રોગો થઈ શકે છે. ખાસ કરીને યુવાનો દ્વારા વીર્ય વેગ અને મૂત્ર વેગ વધુ રોકવામાં આવતો હોય છે, ચાલો ત્યારે જાણીએ કે કયા વેગને રોકવાથી કયો રોગ થઈ શકે છે
ઘણી વખત વ્યક્તિ શરીરના કુદરતી વેગો ને વારંવાર રોકતા રહે છે, જેના લીધે જ શરીરમાં ઘણી તકલીફો ઉત્પન થઇ જાય છે. એટલે કે શરીરના કોઈપણ કુદરતી વેગને ન રોકવો જોઈએ. મળવેગ ને રોકવાથી પેટ ના નીચેના ભાગમાં દુઃખાવો, કબજિયાત, ગેસ, આફરો ઉત્પન થાય છે અને લોહી દુષિત થવા લાગે છે. મૂત્રવેગને રોકવાથી મૂત્રાશય કે મૂત્ર નળીઓમાં દુઃખાવો અને શરીરમાં બેચેની થવા લાગે છે
વીર્યવેગને રોકવાથી પેડુ, અંડાશય, કીડની અને મૂત્રાશય માં દુઃખાવો અને સોજો થઇ શકે છે, ઓડકારને રોકવાથી છાતી માં ભારેપણું, પેટમાં ગુડગુડાટ અને ગળામાં ફસાયેલ જેવું લાગી શકે છે, છીંક રોકવાથી ગરદન માં પીડા, માથામાં દુઃખાવો, માઈગ્રેન, મસ્તિક વિકાર અને ઇન્દ્રિયા નબળી થવાની શક્યતા રહે છે, ઉલટીને રોકવાથી રક્તદોષ, સોજો, લીવર વિકાર, ખાજ,બળતરા, છાતીમાં ભારેપણું, ખાવા પ્રત્યે અરુચિ થઇ શકે છે, ગેસને રોકવાથી આફરો, થાક, પેટમાં દુઃખાવો, મળ-મૂત્ર અટકાવ અને શરીરમાં વાયુ પ્રકોપ થઇ શકે છે.
આ આર્ટિકલમાં બતાવવામાં આવેલ કોઇપણ પ્રકારની સલાહ, સુચન તથા કોઇ પણ નુસ્ખા, પુસ્તકો તથા ઈન્ટરનેટ પરથી ધ્યાનમાં રાખીને દર્શાવવામાં આવેલ છે, તેમ છતા કોઇપણ પ્રયોગ કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જ જોઈએ. અહીંયા દર્શાવેલા નુસખા દરેક વ્યક્તિની તાસીર પ્રમાણે કામ કરે છે. આડઅસર તથા કોઇપણ પ્રકારના નુકશાન માટે Gujarati Akhbar જવાબદાર રહેશે નહી