Entertainment

આ વ્યક્તિનાં વિચારને લીધે તારક મહેતા સિરિયલ બનાવી આસિત મોદીએ.જાણો કોણ છે તે.

ભારતની સૌથી લોકપ્રિય સિરિયલ એટલે તારક મહેતા! આ સીરીયલ ગુજરાતનાં હાસ્ય લેખક તારક મહેતાની રચનાઓ પરથી બનાવવામાં આવી અને તે સીરિયલમાં બનાવી આસિત મોદીએ પરતું આ વાત કોઈ નથી જાણતું કે આ સિરિયલ બનાવવાનો વિચાર તો આસિત મોદીને કોઈ બીજા વ્યક્તિએ જ આપ્યો હતો અમે આજે આપને એ જ જાણવીશું કે એ વ્યક્તિ કોણ હતું.

આસિત કુમાર મોદીએ TEDxTalksમાં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની શરૂઆત અને તેની સફળતાની કહાણી સંભળાવતી વખતે જતિન કાણકિયાનો કિસ્સો પણ સંભળાવ્યો હતો. આસિત કુમાર મોદીએ જણાવ્યું કે, તેઓ સાસુ-વહુ અને ગંભીર ટીવી શોથી અલગ કંઈક અલગ કોમેડી શો બનાવા વિશે વિચારી રહ્યા હતા. પરંતુ ખબર નહોતી પડતી કે એવું શું બનાવે જેનાથી લોકોને રોજેરોજ કોમેડી જોવા મળે અને તેઓ દિલ ખોલીને હસે. આસિત મોદીએ જ્યારે જતિન કાણકિયા સાથે આ વાતની ચર્ચા કરી ત્યારે તેમણે ‘તારક મહેતાના ઊંધા ચશ્મા’ નામની કોલમનો ઉલ્લેખ કરતાં તેના પરથી શો બનાવાનો આઈડિયા આપ્યો.

મારો એક શો હતો ‘હમ સબ એક હૈ’ તેમાં મારી સાથે જતિન કાણકિયા નામના આર્ટિસ્ટ કામ કરતા હતા. જતિન કાણકિયાએ મને સૂચવ્યું કે, તારકભાઈની (લેખક તારક મહેતા) ‘દુનિયાને ઊંધા ચશ્મા’ નામે કોલમ આવે છે તેના પરથી શો બની શકે છે.”હું જેની પાસે જતો તે ના પાડી દેતા હતા અને કહેતા કે આમાં રોજેરોજ ક્યાંથી અને કેવી રીતે કોમેડી લાવશો? પછી ઘણું વિચાર્યું અને ધીમે-ધીમે વિશ્વાસ થવા લાગ્યો કે આ સાચું થઈ શકે છે. મેં વિચાર્યું કે, એક એવી સોસાયટીનું નિર્માણ કરીશ જેમાં બધા જ હકારાત્મક હોય, પ્રોગ્રેસિવ હોય. લડાઈ-ઝઘડો થાય પરંતુ મીઠો. મેં વિચાર્યું કે એવો ફેમિલી શો બનાવીશ જેને જોઈને કોઈને ખરાબ ના લાગે અને આજે એ સ્વપ્ન પૂર્ણ થયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!