India

આ વ્યક્તિ એ લગાવ્યું એવુ માસ્ક કે બની ગયો ચર્ચા નો વિષય, જાણો આવો માસ્ક લગાવવાનું કારણ

કોરોના થી બચવા માટે જો કોઈ અકસીર ઉપાય હોય તો તે છે માસ્ક, એક્સપર્ટ ઓ સલાહ આપે છે કે 2 માસ્ક પહેરવા જોઈએ અને લોકો તેનુ પાલન કરી રહ્યા છે ત્યારે સોસીયલ મીડીયા પર હાલ એક એવો વિડીઓ વાયરલ થયો છે જે જોઈ ને તમને નવાઈ લાગશે.

આ વિડીઓ ઉત્તર પ્રદેશના લખીમપુર નો છે અને જે વ્યક્તિ વિડીઓ મા દેખાય રહ્યો છે તેનુ નામ મહેન્દ્રસિંહ છે અને તેનો વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેનુ કારણ છે  તેણે પહેરેલુ માસ્ક, આ કોઈ સામાન્ય માસ્ક નથી પરંતુ લીમડામાંથી બનેલો છે અને જેમાં તેને લપેટીને રાખ્યો છે તેનો ઉપયોગ પ્રાણીઓ માટે કરવામાં આવે છે. જેને જાબી પણ કહેવામાં આવે છે.

 

મહેન્દ્રસિંહ નુ કહેવુ છે કે આ માસ્ક તેમને એક સરકારી અધિકારી એ આપ્યુ છે અને કપડા ના માસ્ક કરતા આ માસ્ક ઘણુ સરળ છે અને સ્વાસ લેવામાં તકલીફ પડતી નથી. આ ઉપરાંત તેમનું માનવુ છે કે લીમડો આયુર્વેદિક ઔષધી છે અને આના થી રોગો દુર રહે છે. જયારે પણ મહેન્દ્રસિંહ આ માસ્ક પહેરી ને નીકળે ત્યારે લોકો તેનો વિડીઓ અને ફોટા પાડે છે અને આકર્ષણ નુ માધ્યમ બને છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!