ઇમ્યુનિટી વધારવા વિટામીન સી દવાનું વધારે સેવન કરવાથી શરીરમાં આ સમસ્યાઓ થશે.
હાલમાં જ્યાં જુઓ ત્યાં સૌ કોઈ પોતાની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે અનેક પ્રયત્નો કરતા જ હોય છે, ત્યારે હાલમાં પોતાની બોડીમાં ઇમ્યુનિટી પાવર વધારવા માટે વિટામિન સીની દવાઓનું પણ સેવન કરે છે પરંતુ શું તમે જાણો છો કે, વધુ માત્રામાં વિટામિન-સીનું સેવન કરવું તમારા શરીર માટે મુશ્કેલી વધારી શકે છે.
ડોક્ટરનાં માર્ગદર્શનમુજબ જ દવાનું સેવન કરવું જોઈએ અને વિટામિન સી મેળવવા માટે ખાસ તો નાળિયેર પાણીનું સેવન કરવું.ચાલો ત્યારે જાણીએ કે, ક્યાં રોગ થઈ શકે છે.વિટામિન-સીનું સેવન ખુબ વધુ માત્રામાં કરવાથી છાતીમાં બળતરાની સમસ્યા થઇ શકે છે. એનાથી તમને છાતીના નીચલા અને ઉપરી ભાગ સાથે જ ગળામાં પણ બળતરા ની સમસ્યા થઇ શકે છે.
આ સિવાય પેટની બળતરાનો પણ તમારે સામનો કરવો પડશે. તમને પેટમાં દુખાવો પણ થઈ શકે છે. વધારે પ્રમાણમાં વિટામિન સીનું સેવન કરવાથી કિડની પર ખરાબ અસર થવાનું જોખમ રહેલું છે. આને કારણે, કિડનીમાં સ્ટોન થવાની અને તેના વિકાસની સમસ્યા થઈ શકે છે.
વધુ માત્રામાં વિટામિન-સી સપ્લિમેન્ટ્સનું સેવન કરવાથી ડાયરિયા એટલે ઉલ્ટી અને દસ્તની સમસ્યા થઇ શકે છે.
માથાનો દુખાવો અને ઊંઘ ન આવવી તેમજ તમને બેચેની અને મૂંઝવણ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.