ઈંદોર આ વ્યક્તિએ માસ્ક નાકથી નીચે પહેર્યું હતું અને પોલીસે ખૂબ જ ખરાબ રીતે માર્યો
વર્તમાન સમયમાં માસ્ક પહેરવું એ જવાબદારી અને જરૂરિયાત બંન્ને બની ગઈ છે. નિયમોનું તંત્ર દ્વારા કડક પાલન કરાવવામાં આવી રહ્યું છે. પરંતુ વાત આજે ઈંદોરની વાત કરવી છે.
ઈંદોરમાં એક રિક્ષા ચાલકે માસ્ક નહોતું પહેર્યું અને આ જોઈને 2 પોલીસવાળાને ગુસ્સો આવ્યો. પોલીસ જવાનોને એટલી હદે ગુસ્સો આવી ગયો કે, પોલીસે તેને રોડ પર સુવાડીને ખૂબ જ ખરાબ રીતે માર માર્યો.
વાત 35 વર્ષીય કૃષ્ણા કુંજીરની છે. તેણે જણાવ્યું કે હું તે સમયે માસ્ક પહેરીને નિકળ્યો હતો પરંતુ માસ્ક નાકથી સહેજ નિચે હતું. અને આ દ્રશ્ય પોલીસ કર્મચારીઓ જોઈ ગયા અને તેને પોલીસ સ્ટેશન લઈ જવાની વાત કરી. જ્યારે આ વ્યક્તિએ તેના પિતાની તબિયત ખરાબ છે અને હોસ્પિટલ જવું છે તેવી વાત કરી તો બંન્ને પોલીસ કર્મચારીઓએ તેને મારવાનું શરૂ કરી દિધું.
પોલીસકર્મીઓ આટલે જ ન અટક્યા, તેમણે તેના પરિવારની મહિલાઓની સાથે પણ મારપીટ કરી. પોલીસ બળ બોલાવી તેમને સ્ટેશન લઇ ગયા. આ દરમિયાન કૃષ્ણાનો દીકરો પણ તેને બચાવવા માટે વારે વારે પોલીસકર્મીઓને આગ્રહ કરી રહ્યો હતો પણ પોલીસકર્મીઓ માન્યા જ નહીં. જ્યારે આ વીડિયો વાયરલ થયો તો પોલીસ અધિકારીઓ એક્શનમાં આવ્યા અને બંને પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દીધા..
જોકે, પોલીસ કર્મચારીએ કહ્યું કે, વ્યક્તિએ ખોટું વર્તન કર્યું અને પોલીસકર્મીઓને ગાળો આપી. પોલીસ અધીક્ષક આશુતોષ બાગરીએ જણાવ્યું કે વીડિયોમાં દેખાઇ રહેલા બંને કોન્સ્ટેબલોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને શહેરની એસપીને આ મામલે તપાસ કરવાના આદેશ આપ્યા છે. તેમનું કહેવું છે કે, તે વ્યક્તિએ પોલીસનો કોલર પકડી તેમની સાથે ખરાબ વર્તન કર્યું અને અપશબ્દો બોલ્યા અને મારપીટ કરવા લાગ્યા.જે વીડિયો વાયરલ થયો છે તેને ક્રોપ કરવામાં આવ્યો છે.