Entertainment

આજના સમયમાં આલીશાન ઘર બનાવવું અને એ પણ ઓછા ખચૅમા. ઉપરથી સંપૂર્ણ રીતે પયૉવરણલક્ષી . અશક્ય લાગતી વાત શક્ય બનાવી એક ઈન્ડીયન આકિટેકટે..

  1. એક મહેલ હો સપનો કા. પ્રત્યેક જીવ સાંજ પડતા જ તેના ઘરના રસ્તે વળી હાશકારો અનુભવે છે. કહેવાય છેકે  ‘ ‘દુનિયાનો છેડો ઘર ‘.

ઘર એ માત્ર આપણી જરુરીયાત જ નથી હોતી કોઈ પણ માટે જીવનનુ સૌથી સુંદર સપનુ હોય છે.અને પણ અત્યાર ના સમય માં ઘરના ઘરનું સપનું એટલે લોઢાના ચણા ચાવવા જેવું છે. બધાને ઈચ્છા તો એવીજ હોય કે મારું ઘર એકદમ હટકે અને સુખ સગવડો થી ભરેલ હોય, પણ આપણે ક્યારેય એવું વિચાર્યું છે કે એક ઘર બની રહેતા કંઈક કેટલીય બાબતોને નુકશાન થાય છે.તો ચાલો આજે વાત કરીએ એક પર્યાવરણ પ્રેમી વ્યક્તિએ બનાવેલા આદર્શ ઘરની.

તો નામ છે એનું બાલા સુનંદા કૌશિક તમિલનાડુમાં આર્કિટેક નું કામ કરે છે. દેશ-વિદેશના ઘણા કોન્ટ્રાક્ટ પર કામ કર્યા પછી એનો જીવ તો હંમેશા એક જ વાત ઉપર રહેતો કે એવું એક ઘર બને તે જે પર્યાવરણ અનુલક્ષીને હોય અને પર્યાવરણને નુકસાન કર્યા વગર હોય અને આથી જ એણે પોતે વિચારેલા અને જોયેલા સપના પ્રમાણે નું ઘર બનાવવાનું શરૂ કર્યું .

એક આર્કિટેક તરીકે સારામાં સારી જોબ 2019 મા છોડી દીધી અને તમિલનાડુમાં પોતાનું પિતૃક ગામ કહી શકાય તેવા થેની જિલ્લાના હનુમંત પટ્ટી ગામમાં પોતાના પિતાની જમીન ઉપર ત્રણ હજાર ચોરસ ફીટ માં આદર્શ ઘરનું નિર્માણ કર્યું એ પણ ખાલી 55 000 00 રૂપિયામાં આઠ મહિનાની અંદર.

  1. આ ઘર ની ખાસિયત એ છે કે આખો દિવસ જ્યાં સુધી સૂર્ય હોય ત્યાં સુધી કંઈ પણ લાઈટ કરવાની જરૂર નથી રહેતી તેટલું હવા-ઉજાસ આવે છે અને વેન્ટિલેટર ખૂબ અલગ રીતે બનાવવામાં આવ્યું છે કે અત્યારના સમયની નવી પણ આમ જોઈએ તો મૂળભૂત રીતે ભારતની જૂની ટેકનોલોજી પ્રમાણે આખું મકાન તૈયાર કરવામાં આવ્યું છે.

આ મકાન બનાવવામાં મૂળભૂત રીતે ભારતીય પણ યુરોપિયન એવા લેરી બેકર નામના એક આર્કિટેક કે રજુ કરેલ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેની અંદર બેઝિક એવી ઘણી બધી બાબતો છે જે ભારતીય જુના આર્કિટેક રીત ઉપરથી બનાવવામાં આવી હોય.

તો આ ઘર ની ખાસિયતો  કંઈક આ રીતે છે.

*ઘરનું આખેઆખું ચણતરયુ ઈંટો થી થયેલ છે પણ આડી રાખવાની જગ્યાએ તે ઉભી રાખીને ચણતર કરેલ છે જેથી કરી ઈંટોનો પણ ઉપયોગ ઓછો કરવો પડે અને તેમાં વપરાતો માલ સામાન પણ ઓછો વપરાય.

*અહીં ઘરની છત એટલે કે સ્લેબ બનાવવામાં ખુબ સરસ પદ્ધતિનો ઉપયોગ થયો છે જેમા સ્લેબ ની અંદર માત્ર કાકરી અને કોંક્રિટ ની સાથે સાથે  તૂટેલા માટીના વાસણો અને સિરામિક ના ટુકડા મિક્સ કરવામાં આવ્યા છે જે સ્લેબ નો વજન ઓછો કરી નાખે છે અને સ્લેબ માટે જે રેતી અને કોંક્રિટ વપરાય તેનો ઉપયોગ પણ ઘટી જાય છે જે એક રીતે જોઈએ તો જમીનના ખાનને પણ ફાયદો કરે છે.

*ઘરની વચ્ચો વચ મોટુ આંગણું રાખવામાં આવ્યું છે જે આખો દિવસ વેન્ટિલેટર પૂરું પાડે છે જેના કારણે સૂર્યના પરિભ્રમણ પ્રમાણે પણ આખો દિવસ ઘરમાં પ્રકાશ રહે છે અને હવાને પરિભ્રમણના કારણે આખો દિવસ ઘરમાં હવા પણ પૂરતા પ્રમાણમાં મળી રહે છે. ના કહેવા પ્રમાણે ઘરના તાપમાન તાપમાન કરતાં ત્રણથી ચાર ડિગ્રી ઓછું રહે છે.

*ઘરમાં  રૅનવોટરહાર્વેસ્ટિંગ આને બાયોડીઝલ ની ટાંકીઓ વગેરે મૂકેલી છે જેના કારણે ઘરમાં જ  વરસાદનું પાણીભેગું કરવામાં આવે છે અને બાયો ડિઝાસ્ટર એટલે ઘરની અંદર જ મિથેન ગેસ ઘરની અંદરથી નીકળતા તમામ કચરા માંથી બનાવવામાં આવે છે જે રસોઇના કામે લાગે છે.

* આ ઘરને હાઉસ ગાર્ડન નામ પણ આપવામાં આવ્યું છે કારણ કે ઘરના દરેક ખૂણે ફુલના ક્યારા મુકેલા છે અને જેમાં પ્લાન્ટ ઉગાડવામાં આવ્યા છે.

વીજળી માટે સોલાર પેનલનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે મોટા હેવી લોડ સાધનો સિવાય બધાને વીજળી પૂરી પાડે છે જેના કારણે મહિને તેઓ ખૂબ ઓછા પ્રમાણમાં વીજળીનો ઉપયોગ કરે છે બાકીની વીજળી સોલાર પ્લાન્ટ થી  મળી રહે છે.

સૌથી જૂની કામ આ ઘરનું હોય તો તે ટાઇલ્સનું છે આ ટાઇલ્સ રેડ ઓક્સાઇડ નો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે સાઉથ ઇન્ડિયામાં જૂના સમયમાં આ પદ્ધતિથી પહેલા પણ બનાવવામાં આવતી હતી જે હાથેથી બને છે અને જે આખી ફશૅ એક અલગ જ લુક આપે છે . અને જે કુદરતી ઠંડક પણ પેદા કરે છે.

તો આ રીતે બન્યું છે આદર્શ ઘર જેની અંદર ખૂબ જ ઓછા પ્રમાણમાં જમીનમાંથી ખોદકામ કરી અને વસ્તુ કાઢીને ઘર બનાવવાની કોશિશ કરવામાં આવી છે અને આર્કિટેક ના કહેવા પ્રમાણે ઘરના ૧૦ કીલોમીટરની ત્રિજ્યામાં થી અને તમામ પ્રકારની વસ્તુઓ અને બધું જ મટિરિયલ ભેગું કરવામાં આવ્યું છે લગભગ બને ત્યાં સુધી કુદરતી વસ્તુઓનો જ ઉપયોગ કરી અને ઘર બનાવવામાં આવ્યું છે. આ ઘર આદર્શ એટલે પણ કહી શકાય કારણ કે આ ઘર બનાવતી વખતે જમીનમાં ખોદકામ ઓછું થાય અને જમીનમાંથી ખનન કરી અને રેતી અને કાકરીનો ઉપયોગ જેમ બને તેમ ઓછો કરવામાં આવે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. બાલા સુનંદા કૌશિક જેવા આકિટેકટની  આપણા સમાજમાં બહુ જરૂર છે . આવી રીતના બધી જગ્યાએ ઘર બનવા માંડે તો પર્યાવરણને અને રહેતા લોકોને બધાને ખૂબ જ ફાયદો થાય તેમ છે. આશા રાખીએ કે કરોડોના બંગલા બનતા હોય એવા આ સમયની અંદર આપણે અવા વધુને વધુ ઘર બનાવીએ છે ઇકોફ્રેન્ડલી હોય.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!