ઉદ્યોગપતિઓ મા રતન ટાટા જેવી ઉતારતા કોઈ ના મા જોવા નહી મળે

વર્ષો પૂર્વે એક નવ વર્ષનો બાળક મુંબઈના કોલાબાના નેવી કેંટોનમેંટ વિસ્તારમાં રહેતો હતો જ્યાં તેના પિતા ભારતીય નૌકાદળમાં હતા. એક સુંદર પારસી સદગૃહસ્થ ત્યાં ગોલ્ફ રમવા આવતા. નેવીના અધિકારીઓ પણ તેમની સાથે ગોલ્ફ રમતા. થોડા વર્ષો પછી પેલો બાળક એક આંતરરષ્ટ્રીય કંપનીમાં સલાહકાર તરીકે નિયુક્ત થયો. તેને તાતા મોટર્સ સાથે કામ કરવાનું આવ્યું.

દેશમાં માલ પરિવહનમાં તાતાની ટ્રકો જ વેચાતી હતી. પેલો સલાહકાર લગભગ 1500 જેટલા ટ્રક ડ્રાઈવરોના પરિચયમાં આવેલો. ભારતમાં ટ્રક ચાલકોમાં સિખ લોકોની ઈજારાશાહી પ્રવર્તે. અને બધા પાસે તાતાની ટ્રકો હતી. સલાહકારે એક વૃધ્ધ ડ્રાઈવરને પૂછ્યું કે દેશમાં તાતા સિવાય અન્ય લોકો પણ ટ્રકોનું ઉત્પાદન કરે છે અને ગંજાવર ડિસ્કાઉંટ પણ આપે છે તેમ છતાં તમે તાતાના ટ્રક કેમ લ્યો છો ?

વૃધ્ધ ડ્રાઈવરે આંખમાં ચમક લાવી કહ્યું કે 1984 ના સિખ વિરોધી રમખાણોમાં મારા ભાઈની ટ્રકને સળગાવી નાખી હતી. આવકનો આસરો ફક્ત પેલી ટ્રક હતી. શું કરવું તેની વેદનામાં અચાનક થોડા દિવસો પછી તાતા મોટર્સમાંથી એક વ્યક્તિ આવી અને નવી ટ્રકની ચાવી મારા ભાઈના હાથમાં મૂકી. જે જે લોકોની ટ્રક એ તોફાનોમાં બાળી મૂકવામાં આવી હતી એ બધા લોકોને તાતા મોટર્સ તરફથી નવી ટ્રક આપવામાં આવી-મફત. એટલે અમે સિખ લોકો હંમેશા તાતાની ટ્રક જ અપનાવીએ.

પેલા સલાહકારે ત્યાર બાદ નોકરી છોડી દીધી હતી અને મિત્રો સાથે ટ્રાંસ્પોર્ટ વ્યવસાય શરૂ કરવાની વિચારણામાં હતો. મુંબઈના ફોર્ટ વિસ્તારના એક બિલ્ડીંગમાં એક નાની 10X10 ની રૂમમાં આ મિત્રોનું તાતાના જ ટ્રકોથી ધંધો શરૂ કરવું તેવું આયોજન ચાલતું હતું. તે લોકોએ તાતા મોટર્સને પત્ર લખ્યો. ત્રણ દિવસમાં જ તાતા મોટર્સના પ્રતિનિધી ત્યાં રૂબરૂ આવ્યા. અમે અમારી યોજના સમજાવી. નીચે લારી ઉપરથી ચા મંગાવી તે પણ એમણે પીધી. અમારી ધગશ અને આયોજન જોઈ તરત જ અમારી કંપનીમાં રોકાણ કર્યું.

આજે એ કંપની ભારતની પ્રતિષ્ઠિત ટ્રાંસપોર્ટ કંપની છે અને અનેક ટ્રકોની માલિકી ધરાવે છે. પેલા તાતા મોટર્સના પ્રતિનિધિ અને ગોલ્ફ રમતી વ્યક્તિ એ રતન તાતા. તાતા મોટર્સના માલિક.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *