એક ટેમ્પા ચાલકનો દીકરો બન્યો આઈ.પી.એલનો ખેલાડી 1.5 કરોડમાં ખરીદવામાં આવ્યો.
સપના ત્યારે જ સાકાર થાય છે જ્યારે તમે તેને પુરા કરવાનો પ્રત્યન કરો છો.આમ પણ કહેવાય છે કે, કિસ્મતના ખેલ માટે કુદરત જાણે છે, આપણે તો બસ માત્ર રમનાર છે.
આજે આપણે એક એવા વ્યક્તિની વાત કરવાની છે જે એકદમ સામાન્ય પરિવારમાંથી હોવા છતાં આજે તેની કળાની કરામતથી પોતાનું જીવન બદલી નાખ્યું છે. ભગવાન તમને સુખ અને દુઃખ બને આપે છે. ત્યારે આ સમય દરમિયાન તમે કંઈ રીતે પાર કરો છે એ મહત્વનું છે જીવનમાં તમે આર્થિક રીતે ગમે ત્યારે આગળ આવી શકો છો અને તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
સૌરાષ્ટ્રનાં નાના એવા ગામમાંથી આવતા ચેતનને! વાત જાણે એમ છે કે, વરતેજ ગામના રહેવાસી કાનજીભાઇનો પુત્ર ચેતન સાકરીયા 12 વર્ષથી ક્રિકેટ સાથે અતૂટ રીતે જોડાયેલો છે અને રગે રગમાં ક્રિકેટ દોડે છે,હાલમાં જ સૌથી વધુ કિંમતે તેની આઇપીએલ માટે ખરીદવામાં આવ્યો. ચેતનને પાકિસ્તાન બોલરની કળા જોઈને ફાસ્ટ બોલર બનેલા ચેતન સાકરીયા રાજસ્થાન રોયલ્સ ટીમને પસંદ આવતા તેની ખરીદી રૂપિયા 1.20 કરોડમાં કરવામાં આવી.
એક ટેમ્પા ચાલકના દીકરા તરીકે તેનું જીવન સામાન્ય છે તેને પોતાની જાત મહેનત થી જ આજે આટલો આગળ આવ્યો છે. તે શેલ્ડન જેક્શન ભાવનગર ખેલાડી છે તેની ખરીદી KKR એ કરી છે. જોકે, ચેતન સાકરીયા રાજસ્થાન રોયલ્સમાં ગયો છે તેથી તેનો પરિવાર ખૂબ આનંદિત છે.
12 વર્ષની ઉંમરથી ક્રિકેટમાં રસ હતો. માર ખાઈને પણ ક્રિકેટ રમવા જતા ચેતનનું વચ્ચે ક્રિકેટ છૂટી જતા તેના મામા તેના માટે ભગવાન બન્યા અને પાર્ટ ટાઈમ કામ આપીને ક્રિકેટમાં પણ આગળ વધાર્યો. ચેતનના પિતા એક ટેમ્પો ચાલક છે. સામાન્ય ઘરમાંથી આવતા ચેતનને ભાવનગરની ભાવસિંહજી ક્રિકેટ કલબ દ્વારા ફી પણ માફ કરી દેવામાં આવી હતી.