Gujarat

એક તરફ લોકો મરી રહ્યાં છે, ત્યારે આ રાજનેતાનાં ઘરે 30 એમ્બ્યુલ્સો સાચવી ને રાખેલ.

ખરેખર હાલમાં સમય એવો ખરાબ આવી ગયો છે કે, લોકો આપતિને પણ પોતાના લાભ માટે અવસર સમજી રહ્યા છે. વાત જાણે એમ છે કે, દેશમાં દરેક જગ્યાએ લોકો કોરોના લીધે મરી રહ્યા છે ત્યારે લોકો યોગ્ય સારવાર વિના લીધે મત્યું પામી રહ્યા છે અને આવા સમયમાં રાજનેતાઓ પોતાની રાજનીતિ લડી ને માનવતા ભૂલી ગયા છે.

હાલમાં જ સોશિયલ મીડિયમાં એકવાર ચર્ચાનો વિષય બની છે, સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે,પૂર્વ સાંસદ અને જન અધિકારી પાર્ટીના અધ્યક્ષ પપ્પુ યાદવે 7 મેના રોજ ટ્વીટર પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં 30 જેટલી એમ્બ્યુલન્સોને કવરથી ઢાંકી રાખવામાં આવી છે. કેટલાક લોકો એક એક કરીને કવર હટાવી રહ્યા છે તો તેના પર લખેલું દેખાય છે કે સાંસદ પંચાયત એમ્બ્યુલન્સ સેવા, સારણ (છપરા).

बीजेपी के पूर्व केंद्रीय मंत्री राष्ट्रीय प्रवक्ता राजीव प्रताप रूडी जी के अमनौर स्थित कार्यालय परिसर में दर्जनों एम्बुलेंस बरामद! सांसद विकास निधि से खरीदा गया एम्बुलेंस किसके निर्देश पर यहां छिपाकर रखा गया है, इसकी जांच हो?

सारण डीएम, सिविल सर्जन यह बताएं! BJP जवाब दे! pic.twitter.com/y0SnSJd36t

— Pappu Yadav (@pappuyadavjapl) May 7, 2021

એ વાંચીને ખબર પડે છે કે આ સરકારી નિધિમાંથી આવેલી એમ્બ્યુલન્સ છે. છતા મહામારીના સમયમાં આ રીતે ઢાંકેલી કેમ ઊભી છે? વીડિયો સાથે પપ્પુ યાદવે લખ્યું કે, ‘BJPના પૂર્વ કેન્દ્રીય મંત્રી, રાષ્ટ્રીય પ્રવક્તા, રાજીવ પ્રતાપ રુડીજીના અમનોર સ્થિત કાર્યાલય પરિસરમાં ડઝનો એમ્બ્યુલન્સ જપ્ત! સાંસદ વિકાસ નિધિથી ખરીદવામાં આવેલી એમ્બ્યુલન્સ કોના નિર્દેશ પર અહીં છુપાવીને રાખવામાં આવી છે

પપ્પુ યાદવના આ આરોપો પર પૂર્વ કેન્દ્રીય મંત્રી રાજીવ પ્રતાપ રુડીએ એક પત્ર જાહેર કર્યો. એ પત્ર પર 6 મેની તારીખ છે અને તે જિલ્લા અધિકારીના નામે લખવામાં આવેલો પત્ર છે. પત્રમાં લખવામાં આવ્યું છે કે, ‘સાંસદ પંચાયત એમ્બ્યુલન્સ સેવા હેઠળ 50થી વધારે એમ્બ્યુલન્સ સાંસદ નિધિમાંથી ખરીદવામાં આવી હતી. તેમાંથી કેટલીક એમ્બ્યુલન્સ ચાલકના અભાવના કારણે સંચાલન થઈ શકતું નથી. તે મૂળ કોરોનાનો પ્રભાવ છે. પત્રમાં અગાળ કહ્યું છે કે જિલ્લાના સરકારી ચાલકોની લિસ્ટ બનાવીને તેમને આ એમ્બ્યુલન્સના કામમાં લગાવવામાં આવે

.

माननीय रूडी जी,

सम्मान के साथ चुनौती स्वीकार है।आपको ड्राइवर नहीं हो रहा है तो सारण, पटना जहां चलाना चाहते हैं, सभी एम्बुलेंस उपलब्ध कराएं। मैं 70 ड्राइवर देता हूं। कोरोना मरीज को मुफ्त सेवा दी जाएगी।

घटिया राजनीति नहीं करता सेवा और जिंदगी बचाने को लड़ रहा हूं। @RajivPratapRudy

— Pappu Yadav (@pappuyadavjapl) May 7, 2021

પપ્પુ યાદવે ત્યારબાદ ફરી ટ્વીટ કરી. લખ્યું કે, ‘માનનીય રુડીજી, સન્માન સાથે પડકાર સ્વીકાર છે. તમારાથી ડ્રાઈવર નથી થઈ રહ્યા તો સારણ, પટના જ્યાં ચલાવવા માંગતા હોય ત્યા એમ્બ્યુલન્સ ઉપલબ્ધ કરાવોહું 70 ડ્રાઈવર આપું છું. કોરોના દર્દીઓને મફતમાં સેવા આપવામાં આવશે. હું ખરાબ રાજનીતિ નથી કરતો. સેવા અને જિંદગી બચાવવા લડી રહ્યો છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!