એક પરીવાર 41 વર્ષ રહ્યો જંગલમા ! તેવો ને એ પણ ખબર નહોતી પડતી કે દુનિયા મા સ્ત્રીઓ પણ છે
ઘણી એવી ઘટનાઓ હોય છે આપણે તેના પર વિશ્વાસ કરવો થોડો અઘરો બને છે પરંતુ ખરેખર આવી ઘટના ઓ બનતી હોય છે આજે અમે તેમન આવી જ એક ઘટના વિશે જણાવા જય રહ્યાછે એ છે રીયલ લાઈફ ટારઝનની.
‘હો વાન લેંગ’ નામનો વ્યક્તિ વિયેટનામના જંગલોમાં 41 વર્ષ તેના ભાઈ અને પિતા સાથે રહ્યો. તે ત્યાંથી બહાર પણ ન નીકળ્યો. એટલું જ નહીં, તેમને એ પણ ખબર નહોતી કે દુનિયામાં પણ મહિલાઓ છે. 1972 માં વિયેટનામ યુદ્ધના અંતે હો વાન લેંગ જંગલમાં ગયો હતો. અમેરિકી હુમલામાં તેની માતા અને બે ભાઈ-બહેન માર્યા ગયા હતા. લેંગ હાલમાં 46 વર્ષનો છે. તેઓને બહુ જ ખબર નહોતી કે દુનિયામાં પણ સ્ત્રીઓ છે.
મીડિયા અહેવાલો અનુસાર, ત્રણેય જણા સંપૂર્ણપણે જંગલ પર નિર્ભર હતા. તેઓ મધ, ફળો અને અન્ય પ્રાણીઓને ખાતા હતા. અને પોતાના માટે પ્રાણી ઓ થી બચવા ઘર પણ બનાવ્યું હતુ. 2015 માં, ફોટોગ્રાફર અલ્વારો સેરેજોએ પરિવારને શોધી કાઢયો. પછી તેઓને જંગલમાંથી બહાર કાઢીને નજીકના ગામમાં લાવવામાં આવ્યા. ત્યાં મહિલાઓ પણ હતી. લેંગે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે તેના પિતાએ ક્યારેય કહ્યું ન હતું કે સ્ત્રીઓનું અસ્તિત્વ છે.
સેરેજોએ News.com.au ને કહ્યું કે જ્યારે લેંગના પિતાને ગામ પરત આવવાનું કહેવામાં આવ્યું ત્યારે તેઓ વિશ્વાસ કરી શક્યા નહીં કે વિયેટનામ યુદ્ધ સમાપ્ત થઈ ગયું છે. તેણે કહ્યું, જ્યાં પણ તેમણે લોકોને જોયા, તેઓ ભાગતા હતા. આનાથી પણ વધુ આશ્ચર્યજનક વાત એ હતી કે આજે પણ લેંગે પુરુષો અને સ્ત્રીઓ વચ્ચે નો ફરક નહોતો કરી શકતા.