એક બે નહી ! આ પાડા ની કીંમત નવ કરોડ રૂપિયા ?? જાણો આવું કેમ?

ક્યારેય તમે સપનામાં પણ વિચાર્યું હશે કે કોઈ પાડો તમને કરોડપતિ બનાવી શકે? અરે હા માત્ર કરોડપતિ નહીં પરંતુ અબ્જોપતિ પણ બનાવી શકે છે. આજે અમેં જસ વાત કરવા જઈ રહ્યાં છી એ યુવરાજ નામના પાડા વિશે જ્યારે તમે સાંભળશો તો તમે પણ ચોંકી જશો કે આવું કંઈ રીતે હોય શકે! આ પાડો માત્ર 8 વર્ષનો છે, અને આજે તેની કિંમત 9 કરોડ રૂપિયાથી પણ વધારે છે. ચાલો ત્યારે આ યુવરાજ નામમાં પાડા વિશે આપણે વધુ જાણીએ.

ઉત્તર પ્રદેશનાં કરુક્ષેત્ર પ્રદેશનો આ પાડો કોઈ ચમત્કારી પાડો તો નથી પરંતુ તે તેની સ્વાસ્થ્ય અને તેની તાકાતના લીધે આટલો અમૂલ્ય બન્યો છે કારણ કે તેનાંમાં એવી ખાસિયત છે, જેનાં લીધે કોઈપણ વ્યક્તિ તેની માંગે એટલી કિંમત ચૂકવવા તૈયાર છે. આ પાડો દેશ-વિદેશમાં વિખ્યાત થઈ ગયેલો છે અને પ્રધાનમંત્રી થી લઈને દરેક ઉચ્ચ હોદ્દેદારો આ પાડાની મુલાકાતે આવેલા છે. ચાલો ત્યારે આપણે આખરે જાણી લઈએ કે આખરે આ પાડો આટલો અમૂલ્ય અને બીજા પાડાઓથી આટલો અલગ કેમ છે.

આ મુરાહ જાતિનો પાડો છે, જેના માલિક છે કર્મવીર! અનેક પશુમેળાઓમાં આ પાડાએ પુરસ્કારો મેળવ્યા છે તેમજ આ પાડાનાં માલિક આજે કરોડપતિ બની ગયાં છે, કારણ કે આ આ પાડાનાં લીધે તેઓ રોજના લાખો રૂપિયા કમાઈ છે. આ પાડાનો 9 ફૂટની લંબાઈ ધરાવે છે તેમજ  5.9 ફૂટની ઉંચાઈ ધરાવે છે.ખરેખર યમરાજનો પાડો પણ કદાચ આવો નહિ હોય! આટલો વિશાળકાય પાડો રોજ 5 કી.મીનું તો ચરાવવા લઈ જવો પડે છે તેમજ 10 થી 15 કિલો તો ફળોનું સેવન કરે છે તેમજ ઘાસ ચારો તો અલગ જ! આજે આ પાડો અનેક ભેંસોનો પિતા છે જેમાંથી અનેક ભેંસો તો વિદેશમાં પણ છે.

આ પાડાનાં સ્પર્મની કિંમત લાખોમાં મળે છે! અનેક લોકો પાડાનાં સ્પર્મ ખરીદે છે કારણ કે જે ભેંસ આ પાડા થકી કોઈ ભેંસને જન્મ આપે છે તે ભેંસ સામાન્ય ભેંસ કરતા વધુ દૂધ આપે છે તેમજ જ્યારે તે જન્મે છે ત્યારે તેનો વજન 70 થી 80 કિલો હોય છે અને લોકો આ તાજા જન્મેલ ભેંસની કિંમત 2 થી 3 લાખ ચૂકવે છે. ખરેખર આ પાડા થકી તેના માલિક કરોડપતિ બન્યા છે. આ યુવરાજના પાડાનાં પિતા પણ આવીજ શક્તિ ધરાવતા હતા. આજે આ પાડાની કિંમત દિવસને દિવસે બમણી થઈ જાય છે.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *