એક મા પોતાની જોડિયા દીકરીઓને સ્વીકારવા તૈયાર ન થઈ તો મહિલા ડોક્ટરે આવું કર્યું!
આજના યુગમાં દીકરી જન્મનું મહત્વ ખૂબ જ ઓછું છે! હાલમાં સોશિયલ મીડિયામાં એમ ઘટના ખૂબ જ ચર્ચામાં આવી છે, આ બનાવ વિશે તમેં જ્યારે જાણશો તો તમને વિશ્વાસ નહીં આવે કે, હકીકત માં પણ આવું થઈ શકે છે? એક સ્ત્રી નિર્દય કેવી રીતે બની શકે છે? દરેક સ્ત્રીનું સ્વપ્ન હોય છે કે, તે મા બંને પરતું જ્યારે એક મા જ પોતાના સંતાન તિરસ્કાર કરે તો કેવું બને ? હા ખરેખર આ આવું જ બન્યું છે, જેમને ત્યાં પારણું નથી બંધાતુ તેઓ દીકરા અને દીકરીની આશ લઈને બેઠાં હોય છે, જ્યારે જેમના ઘરે ભગવાન સંતાન સુખ આપે છે, તેમણે તેની કદર નથી હોતી. આવનારું બાળક પોતાનું નસીબ સાથે જ લઈને આવ્યું હોય છે.
એક એવી મા જેને કુખે બે જુડવા દીકરીઓનો જન્મ થયો! જ્યારે માને આ વાતની જાણ થઈ તો તે કોઈ પણ પરિસ્થિતિમાં આ બંને દીકરીઓ સ્વીકાર કરવા તૈયાર ન હતી! આજે આપણે સૌ કોઈ દીકરાના મોહમાં છીએ! એક દીકરો તો હોવો જોઈએ એવી આપણી માન્યતા છે. આ સ્ત્રીએ બે સુંદર બાળકીને જન્મ આપતાની સાથે જ તેને પોતાની અલગ કરવા તૈયાર થઈ ગઈ હતી!ઘણા લોકોએ અને હોસ્પિટલનાં તમામ લોકોએ આ મહિલા સમજાવી પરતું તેઓ સ્વીકાર કરવા તૈયાર જ ન થઈ.
આ મહિલાની સારવાર કરનાર અવિવાહિત મહિલા ડોક્ટરે જે કર્યું તે જોઈને ખરેખર દરેક સ્ત્રી અને બાળકીની મા પણ ચોંકી ગઈ ! આવું ભાગ્યે જ કોઈ કરી શકે છે. વાત જાણે એમ છે કે, ફારૂખબાદમાં એક ખાનગી હોસ્પિટલમાં એક મહિલાએ બે બાળકી જન્મ આપતા તેને આ બાળકીઓને સ્વીકારવા તૈયાર ન થતા મહિલા ડોક્ટરે આ બાળકીઓને દત્તક લીધી અને બંને દિકરીઓની પરવરીશ કરવા તૈયાર થઈ ગઈ !
આ દુનિયામાં મા નું પાત્ર જ ખરેખર ધન્યવાદને પાત્ર છે. પેટની જણીએ જે બાળકીનો સ્વીકાર કરવા તૈયાર ન હતી તેને આ મહિલાએ કરી બતાવ્યું! ખરેખર આ મહિલા એમ કહ્યું છે કે, એ તેવા વ્યક્તિ સાથે લગ્ન કરશે જે આ બે બાળકીઓને પોતાની દીકરી તરીકે સ્વીકાર કરશે. આ વાત આઇઆઈએસ અધિકારી અવિનાશે ટ્વિટર કરીને ડો.કોમય યાદવની આ કામગીરીની ખૂબવખાણ કર્યા છે અને લોકો પણ કોમલજી આ કાર્યને બિરદાવી રહ્યા છે.