Gujarat

એક સમયે દસ મકાન ના માલિક ને આજે કેમ રહેવુ પડે છે રોડ પર ???? પોપટભાઈ એ કરી મદદ

માનવ સેવા એજ પ્રભુ સેવા! કહેવાય છે ને કે, માનવતાથી મોટો કોઈ ધર્મ નથી. નિઃસ્વાર્થ ભાવે અનેક લોકોની સેવા કરવા માટે અનેક સંસ્થાઓ કાર્યરત છે,જે આવા નીસહાય અને જરૂરિયાતમંદ લોકોની સેવા કરતાં રહે છે. ચાલો ત્યારે આજે આપણે સોશિયલ મીડિયાનાં માધ્યમથી અનેક લોકો ની સેવા કરતા પોપટભાઈ ફાઉન્ડેશન નાં એક નીસહાય વૃદ્ધની કરુણદાયક ઘટના વિશે જાણીએ.

સંપત્તિ હોવાં છતાં ક્યારેક સમય એવો આવી જાય છે કે, મહેલમાંથી ક્યારે રોડ પર રહેતા થઈ જઈએ ખબર નથી હોતી. અમદાવાદની એક સોસાયટીમાં વૃદ્ધ પોતાનું જીવન બસ સદાય રોડ પર જ પસાર કરે છે, ન તો એ વ્યક્તિ કંઈ ભોજન લે છે કે, ના તો ખુદને સ્વસ્થ રાખે છે. બસ દિવસ રાત એક જગ્યાએ વિતાવે છે. કેટલાય સમયથી માત્ર લિકવીડ પર જ પોતાનું જીવન પસાર કરે છે.જે લોકો દાનમાં પૈસા આપે તેમાંથી આઈસ્ક્રીમ કે, સોડા પી લે છે. આ વ્યક્તિને જ્યારે પૂછવામાં આવ્યું તેના પરિવાર વિશે તો દરેક વાત કરી પરતું તેની હાલત કેમ આવી થઈ એ હજુ સુધી ન સમજાયું.

પોપટભાઈ ફાઉન્ડેશન દ્વારા આ બાપાની હાલત સુધારવા માટે તેમને સ્વસ્છ કરવામાં આવ્યા. તેમને નવડાવી અને દાઢી કરી ત્યારબાદ નવા કપડાં પહેરાવામાં આવ્યા. હાલમાં આ બાપા શારીરિક રીતે સ્વસ્થ છે પરંતુ થોડી તફલિકનાં લીધે તેમના પર માનસિક અસર વધુ વર્તાય છે. આવા વૃદ્ધ વ્યક્તિ ક આપણી દરેક સોસાયટીમાં કે ગામમાં પણ જોવા મળે છે જેનાથી દૂર ભાગવાને બદલે તેમની મદદ કરવી જોઈએ. આ વ્યક્તિ માત્ર પ્રેમનીભાષા ન સમજે પરતું તેને જેમ સમજાય તેવી રીતે આપણે વર્તવું પડે છે.આ લેખની સાથે આ વ્યક્તિ વિશે વીડિયો આપવામાં આવ્યો છે, જે તમે જોઈને જાણી શકશો કે આ બાપાની પરિસ્થિતિ કેવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!