Gujarat

એક સમયે ફી ના પણ રુપિયા નહોતા અને આખરે કેવી રીતે બન્યા દેશ ના સૌથી યુવા આઈપીએસ

દ્રઢ સંકલ્પ હોય તો તમને સફળતા મળશે જ આજે અમે તમને એવા જ એક વ્યક્તિ ની વાત કરવા જઈ રહ્યા છીએ કે જેણે અનેક મુશ્કેલી ઓ નો સામનો કરી ને પોતાનુ અને પોતાના પરીવાર નુ નામ રોશન કર્યુ એ નામ છે સફીન હસન.

સફીન હસન સર દેશ ના સૌથી યુવા આઈપીએસ તરીકે સિલેક્ટ થયા હતા અને હાલ તેવો ભાવનગર ખાતે ફરજ બજાવી રહ્યા છે. સફીન હસન ની વાત કરીએ તો તેવો બનાસકાંઠાના કણોદર ગામનો રહેવાસી છે. કણોદર એક નાનકડું ગામ છે. આવા નાનકડા ગામ ના છોકરા ના સપના આવડા મોટા કેવી રીતે ! પરંતુ આ બધુ શક્ય બન્યુ તેમની અથાગ મહેનત અને દ્રઢ સંકલ્પ થી એક વાર એની સ્કૂલમાં એક કલેકટર આવ્યા હતા. અને એમનું સ્વાગત અને રૂતબો જોઈને એણે એની માસીને પૂછ્યું કે આ કોણ છે? તો માસીએ એને જણાવ્યું કે, એ કલેકટર છે. કલેકટર એટલે જિલ્લાનો રાજા. એટલે એને વિચાર આવ્યો કે મારે પણ કલેકટર બનવું છે. પછી એને ખબર પડી કે કલેક્ટર બનવા માટે UPSCની પરીક્ષા (સિવિલ સર્વિસની)પાસ કરવી જોઈએ. બસ, ત્યારથી જ એણે તૈયારી શરૂ કરી ખુલ્લી આંખે જોયેલાં સપના પૂરા કરવાની.

સફીન હસન એ એક સાવ ગરીબ પરીવાર માથી હતા. એટલે તેવો ને ફી ભરવા થી માંડી અનેક મુશ્કેલી ઓ નો સામનો કર્યા હતો પિતા મુસ્તફા એક કારખાનામાં હિરા ઘસતાં હતાં, અને પછીથી એમણે ઈલેક્ટ્રીશિયનનું કામ શરુ કર્યું હતું. સફીન હસન ના સપના પુરા કરવા માટે પરીવાર નો પૂરતો સહયોગ મળ્યો હતો અને કોલેજ ના એક વર્ષ બાદ તેવો એ UPSC ની તૈયારી કરી અને તેમની મહેનત રંગ લાવી અને બની ગયાં દેશ ના સૌથી યુવા આઈપીએસ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!