એક સાચા સમાજ સેવક કે જેમે 700 જેટલી લાશો ની અંતિમક્રિયા કરી, તેણે પણ દુનીયા ને અલવિદા કહી દીધુ
હાલ કોરોના કાળમાં લોકો અંતિમ સંસ્કાર કરતા પણ લોકો ડરી રહયા છે ત્યારે અનેક બીનવારસી લાશો હોસ્પિટલ મા મળી આવે છે આવીજ લાશો ને સેવાભાવી સંસ્થા ઓ અને લોકો દ્વારા અંતિમ સંસ્કાર કરવામાં આવે છે અને આવા જ એક વક્તિ બિરજુ ગુપ્તા પણ છે જેવો છેલ્લા 35 વર્ષ થી સંવાકીય કાર્ય કરી રહ્યા છે.
વિરમગામ શહેરના માંડલ દેત્રોજ ત્રણેય તાલુકામાં સેવાના ભેખધારી છેલ્લા 35 વર્ષ થી આ કાર્ય કરી રહ્યા છે અને 700 જેટલી આવી બીનવારસી લાશો ને તેવો એ અગ્ની દાહ આપી છે આ ઉપરાંત તેવો એ અનેક વખત રક્ત દાન પણ કર્યુ છે જેવો ને મુખ્યમંત્રી ના હસ્તે આ કાર્ય બદલ સન્માન પણ પ્રાપ્ત થયેલું છે.
વિરમગામ પંથક મા તેમની સેવા અવિરત હતી જેવો છેલ્લા એક વર્ષથી કોરોનાના કારણે મૃત્યુ પામેલની અંતિમક્રિયા કરવી, તળાવ નદી કે નર્મદા કેનાલ હોય કોઇ પડયુ હોય તો તેને લેવા અને કાઢવા ડિઝાસ્ટર ટીમ સાથે પહોંચી જાય, કુદરતી આપત્તી હોય કે હાઇવે ઉપર અકસ્માત થયો હોય ત્યાં બિરજુ ગુપ્તા પહોંચી જાય.
તેવો અએ કોરોના કાળ મા પણ ખુબ સેવા આપી અને તેવો કહેતા કે કોરોના કાઈ ના બગાડી શકે અને અંતે તેવોએ વિદાઈ લીધી. આ સેવાકીય કાર્ય ની ખોટ હંમેશા રહેશે.