કચરો ઉપડાવા વાળા નો દીકરો હવે બનશે આર્મી મા ઓફીસર અને દેશ ની સેવા કરશે !
જાત ઉસી કો મિલતી હૈ જીસકે સપને મે જાન હોતી હૈ પંખો સે કુચ નહી હોતા હોસલો સે ઉડાન હોતી હૈ” આ કહેવત એક ગરીબ ઘર ના દિકરા એ સાચી કરી બતાવી છે જે પોતાની ખરાબ પરિસ્થીતી હોવા છતા તે આજે જે મુકામ સુધી પહોંચ્યો છે તે જાણી ને તમે પણ સલામ કરશો.
આ સંઘર્ષ એક દીકરા નો નહી પણ પિતા અને પુત્ર બન્ને નો છે આપણે જે પિતાની વાત કરી રહ્યા છીએ તેનું નામ બિજેન્દ્ર કુમાર છે, જે સ્વચ્છતા કાર્યકર છે અને 10 વર્ષ પહેલાનો એક કિસ્સો સંભળાવે છે, જ્યારે એક વાર તેવો એ તેમના મિત્રો ને કીધું કે “હુ ભલે કચરો સાફ કરુ પણ મારો દીકરો એક દિવસ ઓફીસર બનશે” ત્યારે તેમના મિત્રો એ તેમની ખુબ મજાક ઉડાડી હતી.
પરંતુ તેવો એ તેમના દિકરા ને ભણવા માટે રાજસ્થાન મોકલી દીધો અને 12 જુન ના રોજ એક પિતાનું સપનું પુરુ થયુ તેમનો 21 વર્ષ નો દીકરો સુજીત IMA મા ગ્રેજ્યુએટ થયો હતો. ડે જોઈ ને તેના પિતા ના આંસુ ના રોકાયા.