કથા વાંચક જયા કિશોરી એ પોતાના લગ્ન બાબત ની આ મોટી વાત કહી દીધી
યુવા મહિલા કથા વાંચક જયા કિશોરી હાલ ઘણી ચર્ચા નો વિષય બની છે જેનું કારણ છે અને તેના લગ્ન બાબત ની ચર્ચા ઓ ખુબ ચાલી રહી છે ત્યારે તેણે ખુદ આ બાબતે જણાવ્યું હતુ કે તે ક્યારે લગ્ન કરશે.
લગ્ન અંગે જયા કિશોરી જણાવે છે કે તેને જ્યારે યોગ્ય હમસફર મળશે તો તે લગ્ન કરી લેશે. લગ્ન કરીને તે બીજી સામાન્ય છોકરીઓની જેમ માતા પણ બનશે અને પોતાના પ્રવચનો પણ ચાલુ રાખશે.જયા કિશોરીનું કહેવું છે કે એવી વ્યક્તિ જે માત્ર મારી સારી આદતો નહીં પરંતુ મારામાં જે ખોટી આદતો છે તેને પણ પ્રેમ કરે અને તેને સુધારે તે જ મારો જીવન સાથી બની શકે છે. જયા કિશોરીનું માનવું છે કે જે વ્યક્તિ લગ્નનો નિર્ણય તરત લઈ લે છે તે ઘણી વખત પોતાના સંબંધને લાંબા સમય સુધી નિભાવી શકતો નથી. આ સિવાય સંબંધ તૂટવા પાછળનું કારણ એ હોય છે કે લોકો એકબીજાને નથી સમજી શકતા.
આ ઉપરાંત જયા કહે છે કે લગ્ન ની બાબત માત્ર દિલ થી નહી મગજ થી પણ લેવો જરુરી છે અને લવ મેરેજ હોય કે અરેન્જ મેરેજ, લગ્ન પહેલા છોકરા-છોકરીએ એકબીજાને મળવું જોઈએ. પોતાની આ વાત પાછળનું કારણ બતાવતા જયા કહે છે કે જ્યાં સુધી તમે એકબીજાને નહીં મળો તો જાણશો કંઈ રીતે. જાણ્યા વગર લગ્ન કરી લીધા તો તે કેટલા દિવસ ચાલશે તે કોઈ કહી શકે તેમ નથી.