કપાસીને જળમૂળમાંથી દૂર કરવા આ ઔષધિ ઉપયોગી થશે.

આજના આયુર્વેદિક ઉપચારમાં આપણે આજે કપાસીનાં રોગ વિશેનાં ઉપચાર વિશે જાણીશું. ઘણા એવા રોગો હોય છે જેની સારવાર માત્ર આયુવૈદ દ્વારા અને ઔષધિઓ થી જ થતી હોય છે જેમાં કોઈપણ જાતની દવાઓ પણ ઉપયોગમાં નથી આવતી તેથી આજે આપણે કપાસીની દવા વિશે જાણીશું અને એ પણ ઘર ગથ્થુ.કપાસીને જળમુળમાંથી છુટકારો મેળવવા આ બે ઘરેલુ ઉપચાર અપનાવો અને હા આમ બંન્નેમાંથી કોઈપણ એક જ ઉપચાર પહેલા અપનાવો બંને સાથે ન કરવા. કોઈપણ એક ઉપચાર કરવાથી આપની સમસ્યા દૂર થઇ જશે.

એરંડી દીવેલ: દરરોજ રાત્રે સુતી વખતે ચા અથવા સુંઠવાળા દુધમાં 1 થી 2 ચમચી દીવેલ (કેસ્ટર ઓઈલ) પીવું. તથા દીવેલમાં ફુલાવેલ ટંકણખારની ભૂકી મિલાવી, કપાસી પર માલીસ કરવું. આ ઉપાય માત્ર થોડા દિવસો સુધી કરવાથી કપાસી મટે છે.

સરસવ તેલ: પગે પાણીનો ભીનો પાટો 2 થી ૩ દિવસ સતત રાખવાથી અથવા પીલુડીના પાંદડા વાટી તેમાં મીઠું અથવા ટંકણખાર મિલાવી, તેની થેપલી કણી પર મૂકી પાટો બાંધવાથી કણી એકદમ સખતમાંથી નરમ થઇ ફોગાઇ જશે. ત્યારે તેને પતરી વડે ખોતરી ઉપરની જાડી, સફેદ ચામડી કાપી નાંખી અંદર રહેલ મરી જેવો નાનો સફેદ દાણો કાઢી નાખવો. તે પછી સરસીયું તેલ ખુબ ગરમ કરી તેના ગરમ ચપકા તે ખાડાની જગ્યાએ મુક્યા પછી, તના પર ફુલાવેલ ટંકણખારની ભૂકી મુકીને પાટો બાંધી દેવાથી કણીનું મૂળ બળી જશે અને ફરીથી કપાસી નહીં થાય.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *