કપૂર છે ખૂબ જ લાભદાયી! જાણો કપુરથી ક્યાં રોગ મટે છે.
હાલમાં સૌ કોઈ કોરોનાથી બચવા ઘરેલુ જ ઉપચાર અપનાવી રહ્યું છે, ત્યારે આજે આપણે કપૂરના ગુણકારી લાભો વિશે જાણીશું. આપણે સૌ કોઈ જાણીએ કે હાલમાં સૌ કોઈ લવિંગ, તજ, અજમા, કપૂર ની પોટલી બનાવીને ઓક્સિજન લેવલ બુસ્ટ કરવા માટે તેનો ઉપયોગ કરી રહ્યા છે, કુપુર અનેક રોગોમાં ઉપયોગી છે. ચાલો ત્યારે જોઈએ કે કયા કયા રોગોમાં કપૂર ઉપયોગી નીવડે છે.
આપણે સૌ કોઈ જાણીએ છે કે, પૂજા-પાઠ માટે કરવામાં આવે છે. ખાસ વાત એ છે કે, કપૂરનું તેલ વાળ અથવા ત્વચાના રોગો માટે પણ ઘણું સારુ માનવામાં આવે છે. તે દાઝેલા અને કપાઈ ગયેલા નિશાનને પણ ઠીક કરે છે. આયુર્વેદમાં પણ કપૂરના તેલનો ઉપયોગ ખૂબ પ્રમાણમાં કરવામાં આવે છે. કપૂર ઘરમાં સરળતાથી મળી આવે છે એટલા માટે તમે તેને સરળતાથી ઉપયોગમાં લઈ શકો છો. જૂના સાંધાના દર્દથી પણ છૂટકારો અપાવવા માટે કપૂર ઉપયોગી ઔષધી છે.
કપુર આ સિવાય ખીલની સમસ્યાઓ પણ દૂર કરે છે.
કપૂરનું તેલ ચહેરા પર લગાવવાથી ખીલ ઓછા થાય છે અને તેના દાગ પણ ધીરે ધીરે ઓછા થતા જાય છે. તેના ઉપરાંત પણ કપૂર દરેક રીતના ત્વચાના રોગને મટાડવામાં પણ મદદ કરે છે. તેમજ હાથ આગથી દાઝી ગયો હોય કે પછી તેના પર નિશાન વગેરે આવી ગયા હોય તો કપૂર સહાયક છે. થોડું કપૂર થોડા પાણીમાં મેળવીને તેને પ્રભાવિત જગ્યા પર લગાવી લો. આવું થોડા દિવસો માટે કરો અને જુઓ કે દાગ કેવી રીતે ગાયબ થાય છે.
કપૂર ફાટી ગયેલી એડિયોના ચીરાને મુલાયમ બનાવીને તેને ભરી દે છે. ગરમ પાણીમાં થોડું કપૂર નાંખી, તેમાં પગ પલાળ્યા બાદ સ્ક્રબ કરો આવું થોડા દિવસો સુધી કરો. તેના પછી એડિયો પર સારી ક્રીમ લગાવી લો. કપૂરના તેલથી નિયમિત રીતે માથામાં મસાજ કરવાથી વાળ ઉતરતા બંધ થાય છે.