કરુણતા:અંતીમ યાત્રા માટે રુપીયા આપી કાંધીયા રાખવા પડે છે અને સ્મશાન મા લાકડા પણ
ગુજરાત મા કરોના એ હવે ખતરનાક સ્વરુપ ધારણ કર્યુ છે અને હવે આખા આખા પરીવાર જનો ને ભરડા મા લેતો જોવા મળી રહ્યો છે.
અને સ્મશાન અને કબ્રસ્તાન મા પણ ઘણી બધી રાહ જોવી પડી રહી છે. ગુજરાત મા કોરોના ના કહેર ને લીધે કોરોના ની ગાઇડલાઇન મુજબ સ્મશાન મા દફનવિધી અને અગ્ની સંસ્કાર કરવા મે આવી રહ્યા છે અને ઘણા બધા એવા પણ બનાવ બની રહયા છે જે પરીવાર મા એક કરતા વધારે લોકો ને કોરોના હોય છે જેથી કાંધ આપવા માટે પણ ઉભા નથી થય શકતા આવો જ એક કીસ્સો અમદાવાદ મા પણ જોવા મળ્યો જેમાં અમદાવાદના થલતેજ વિસ્તારમાં એક મહિલાનું મોત થયું હતું.
મૃતદેહની અંતિમવિધિ કરવા માટે પતિ અને દીકરી બે જ વ્યક્તિ ગયા હતા. આવા સમયે સગા સંબંધી ઓ ને પણ કૉરોના સંક્રમણ નો ડર લાગતો હોવાથી કોઈ હાજરી આપતા નથી અને સ્થિતી એટલી કરુણ બની ગય છે કે રુપીયા આપી કાંધીયા રાખવા પડે છે.
આ ઉપરાંત ઘણા એવા સ્મશાનો છે જેમા લાકડાં પણ ખુટી ગયા છે આવી કપરી સ્થિતી મા શેરડી ના છાલા નો ઉપયોગ પણ કરતા નજરે ચડે છે.