ઈશ્વરની નિર્દયતા! માતૃ દિવસે બે નાજુક બાળકો પાસેથી માને છીનવી લીધી.
કહેવાય છે ને કે,મા તે મા બીજા બધાં વગડા ન વા! જગતના મા થી મોટું કોઈ નથી અને સ્વંયમ ભગવાન પણ માનો પ્રેમને પામવા વારંવાર માનાં કુખે થી અવતર્યા છે. વિચાર કરો કે એ સ્ત્રી કેટલી પવિત્ર હશે કે સ્વંયમ નારાયણ તેના કૂખે વાસ કરે.
કાલનો દિવસ માતૃ દિવસ હતો
ત્યારે જગતના સૌ કોઈ લોકોએ અનેક મા દિવસ મનાવી રહ્યા હતા ત્યારે વિધાતાએ આજ દિવસે કોઈના માથા પરથી માનો વ્હાલ છીનવી લીધો હશે.કરુણતાની ચરમસીમા તો ત્યારે આવી કે જ્યારે ખબર પડી કે આ માતા તેની ત્રણ માસની ફુલ જેવી પુત્રીને પણ છોડી ગઇ છે. કોરોનાએ બે બાળકોને નોંધારા કરી નાખ્યા છે.
અમે એક એવી જ કરુણ ઘટના જણાવીશું.દાહોદમાં કોરોનાએ બે નાના ભુલકાઓના માથેથી માતાની છત્ર છીનવી લીધુ છે. સ્મશાનમાં જ્યારે 7 વર્ષના પુત્રએ માતાને અગ્નિદાહ આપ્યો ત્યારે ઉપસ્થિતિ સૌ કોઇની આંખો ભીંજાઇ ગઇ હતી.
માતાનો મૃતદેહ જ્યારે દાહોદના સ્મશાનમાં લયાયો ત્યારે આટલા દિવસ સુધી કોઇએ ન અનુભવી હોય તેવી વ્યથા અને દુ:ખ અનુભવ્યા હતા. કારણ કે સાત વર્ષના પુત્રએ મધર્સ ડેના દિવસે જ માતાને અગ્નિદાહ આપ્યો હતો. આ ઘડીએ કેટલાયેની આંખો ભીની થઇ ગઇ હતી અને ન રડી શકનારા કશુએ બોલી શક્યા નહી.