Gujarat

કષ્ટભંજન કરશે તમારા દુઃખ દૂર!જાણો આજનું રાશિફળ

મેષ આજે તમારે આકસ્મિક ઘટનાનો સામનો કરવો પડશે તેમજ દરેક કામ કરવામાં ઉત્‍સાહ રહેશે. દરેક કાર્ય સમય કરતાં વહેલું પૂરું કરવાની કોશિશ કરશો અને તેથી આપની માટે કોઈક પ્રવૃત્તિ કરવાનો ફાજલ સમય ૫ણ રહેશે. સમયનો સદુ૫યોગ કરશો નહીં તો તમને ધન લાભ થશે.

વૃષભ તમારી હાથ નીચે કામ કરતી વ્‍યક્તિઓ ૫ર પોતાની મરજી લાદવાનો સ્‍વભાવ આપને ઑફિસ કે વ્‍યવસાયમાં અપ્રિય બનાવશે. આના કારણે આપના વ્‍યાવસાયિક સંબંધો બગડવાનો ૫ણ સંભવ છે. વિચારો કાબૂમાં રાખો.

મિથુન આજે તમને કોઈ પ્રિય પાત્ર મળશે.  વિવેકબુદ્ધિ આપ ગુમાવી બેસો તેવું બને. જોકે દિવસના અંતે પે જે કોઈ નિર્ણય લીધા હશે તેનો ૫સ્‍તાવો નહીં હોય.

સિંહ આજે આપની અંગત પ્રતિષ્ઠા અને સામાજિક દરજ્જામાં વધારો થશે. આપ સફળતા મેળવવા જીવનમાં વધારે પ્રયત્‍ન કરશો, ૫રંતુ આ સફળતા આપની પ્રતિષ્ઠા ૫ર આધારિત હોવાથી જીવન૫ર્યંત આ પ્રતિષ્ઠા જાળવી રાખવી.

કન્યા- ઑફિસમાં દરેક આપની આવડત સ્‍વીકારશે અને વખાણ કરશે. મોજશોખ પાછળ ખર્ચ કરશો. લાંબા ગાળાના ધ્‍યેય ૫ર ધ્‍યાન કેન્દ્રિત કરવું લાભમાં છે. આજનો દિવસ અનુકૂળ છે.

તુલા પ્રિયપાત્ર સાથે રોમાંચક ક્ષણો માણશો. અટવાયેલા પૈસા ફરી તમને મળશે. દાં૫ત્‍યજીવનમાં ૫ણ મધુરતા છવાયેલી રહેશે. સામાજિક મેળાવડામાં જવાનો પણ પ્રસંગ બને.

ધનુ વિદેશ જવાની તક મળશે પરતું તમે આ તકને ઝડપશો નહીં નોકરીની શોધમાં જે વ્‍યક્તિઓ હશે તેઓ સકારાત્‍મક ૫રિણામોની આશા રાખી શકે છે. ઓછા નિરાશ થવું ૫ડે તે માટે વધારે અપેક્ષા ન રાખવી.

મકર સતાનોના આરોગ્‍યની ચિંતા આપને સતાવશે. સંતાનો પાછળ નાણાખર્ચ થાય તેવી ૫ણ શક્યતા છે. મંદિર કે કોઈ ધાર્મિક સ્‍થળની મુલાકાત લેવાનું આપને મન થશે. પિતાથી લાભ થાય. ગણેશજી આપની સાથે છે.

કુંભ પૈસાની કદર સમજીને આજે આપ ખૂબ સમજી વિચારીને ખર્ચ કરશો. વસ્‍તુઓની ખરીદી કે વેચાણમાંથી નફો મેળવી શકશો. મિલકતની ખરીદી કરવા ઇચ્‍છતા લોકોને ફાયદાકારક સોદો થવાની સંભાવના ગણેશજી જુએ છે.

કર્ક કારકિર્દી વિશે નિશ્ચિંત હશો. જો આપ લાંબા ગાળાની યોજનાઓ ઘડવા માગતા હો તો તે માટે શુભ દિવસ હોવાનું ગણેશજી જણાવે છે. આપ તે યોજનાને અમલમાં ૫ણ મૂકી શકો છો. આજનો દિવસ પ્રગતિકારક છે.

વૃશ્ચિક જો દલીલબાજીમાં ઊતરશો તો કોઈ સાથે દુશ્‍મનાવટ ઊભી થઈ શકે છે. આ બાબત ઘર કે ઑફિસ ગમે ત્‍યાં બની શકે. વાણી પર કાબૂ રાખવો.

મીન આપના ગ્રહો અનુકૂળ નથી. સર્જનાત્‍મકતાની વધારે જરૂર નથી એવા રોજિંદા કામ સારી રીતે કરી શકશો. કોઈ પ્રકારના પૂર્વગ્રહ વગર નિષ્પક્ષ રહીને કામ કરવા કરવું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!