કાઠીયાવાડ ના નાના એવા ગામડા નો યુવાન હવે એરફોર્સ નુ ફાઈટર પ્લેન ઉડાડશે
આજા દેશ ની સરહદે ઝાલાવાડ ના અનેક યુવાનો દેશ ની રક્ષા કરી રહયા છે ત્યારે હજી અનેક યુવાનો દેશ ની રક્ષા કરવા જવા માટે તૈયારી પણ કરી રહયા છે. આવી જ તૈયારી ઝાલાવાડ ના નાનકડાં ગામ નગરા ના એક યુવાને પણ કરી હતી અને હવે તે ભારતીય એર ફોર્સ મા ફાઇટર પ્લેન ઉડાડશે.
આ ગામના કાળુભાઈ ગોવિંદભાઈના દિકરા 46 વર્ષના હરજીવનભાઈ કાળુભાઈ સોલંકી જુદા જુદા રાજયમાં 26 વર્ષની આર્મીમેનની ફરજ અદા કરીને છ માસ પહેલા નિવૃત્ત થયા હતા. આ ફરજ દરમિયાન તેમના પત્ની કાંતાબેન, પુત્ર સંજય તેમજ હિમાલય સાથે રહ્યા હતાં. આ પરિવાર 2011 થી 2018 સુધી ચંદીગઢ રહ્યો હતો
જયા સંજય અને હિમાલય સ્કૂલમાં ભણતા અને આ સ્કૂલ એરફોર્સના વિસ્તારની અંદર આવેલી હતી. ત્યારે એરફોર્સના વિમાન હતા તે આકાશમાં ઉડતા જોઇને સંજયને પ્રેરણા મળી અને એક દિવસ વિમાન ચલાવાવનો લક્ષ બનાવ્યો. ત્યારબાદ કેન્દ્રીય વિદ્યાલયમાં ધો. 12 કરી મહિસુર સર્વિસ સિલેકશન બોર્ડ(એસએસબી)ના 138 નંબરના કોર્ષમાં 2017ના ફેબ્રુઆરીમાં સિલેકશન થયા બાદ 2017ના જૂનમાં એનડીએ પુના જોઇન્ટ કર્યુ.
ત્યારે ત્રણ વર્ષની ટ્રેનિંગ બાદ આ ગામડાના યુવાનની ફલાઈંગ ઓફિસર તરીકે નિમણૂંક થતા ઝાલાવાડમાં આનંદ ફેલાયો હતો. 22 વર્ષના સંજયભાઈ હરજીવનભાઈ સોલંકીને ઇન્ડીયન એરફોર્સના ચીફ આર.કે.ભદોરીયાના હસ્તે ફ્લાઈંગ ઓફિસરની રેંક આપવામાં આવી હતી.