Gujarat

કાન મા ઈયરફોન નાખવાથી યુવક નુ મોત થયુ , ઈયરફોન ની કંપની….

હાલ ના સમય મા અવાર નવાર એવા બનાવો સામે આવી રહ્યા છે જેમાં ફોન ફાટવાના કારણે મૃત્યુ થયુ હોય. અને થોડા સમય પહેલા જ એક યુવતી નુ મૃત્યુ થયા ના સમાચાર સામે આવ્યા હતા ત્યારે ફરી વખત એક એવા સમાચાર રાજસ્થાન માથી સામે આવ્યા છે જેમા એક યુવક ના કાન મા ઇઅરફોન નો વિસ્ફોટ થયો હતો જયાર બાદ તેનુ મૃત્યુ થયુ હતુ.

જાણવા મળતી વિગતો અનુસાર રાજસ્થાન ના જયપુર મા સીકર હાઇવે પર આવેલા ઉદયપુરિયા ગામમાં રહેતા 28 વર્ષીય રાકેશ નાગર પોતાના ફાર્મ હાઉસ પર કોમ્યુટર મા ઈયરફોન લગાવી ને ગીતો સાંભળી રહ્યો હતો અને અચાનક ઈયરફોન મા વિસ્ફોટ થયો હતો. જ્યારે પરીવાર નુ કહેવુ છે કે યુવક કોમ્પ્યુટર મા સ્ટડી કરી રહ્યો હતો.

વિસ્ફોટ થયો ત્યારે તેવો રુમ મા એકલો હતો અને ઘરના સભ્યો વાડી મા કામ કરી રહ્યા હતા. જ્યારે વિસ્ફોટ નો અવાજ આવ્યો તો ઘરના સભ્યો દોડી આવ્યા હતા. અને જોયુ તો યુવક ના કાનમા થી લોહી નીકળી રહ્યુ હતુ. સારવાર દરમ્યાન ડોકટરોનું કહેવું છે કે ઇઅરફોન ફાટવાથી મોટા અવાજને કારણે યુવાનને કાર્ડિયક અરેસ્ટ થયો હોઈ શકે છે, એને કારણે તેનું મૃત્યુ નીપજ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ઈયરફોન ઘણા જુના હતા. ઇઅરફોન તો લોકલ કંપનીનું હતું, જયારે પરોવાર જનો એ પોસ્ટ મોર્ટમ કરવાની ના પાડી હોવાથી કોઈ કેસ નોંધાયો નથી જયારે યુવક ની વાત કરવામા આવે તો તેના લગ્ન હજી ફેબ્રુઆરી મા જ થતા હતા.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!