કાલે પવિત્ર શુક્રવાર! જાણો ઈશુ મસીહા જીવને ધન્ય બનાવવા શું સંદેશ આપ્યો હતો.
કાલનો દિવસ ખ્રિસ્તી લોકો માટે પવિત્ર દિવસ છે. ખ્રિસ્તી ધર્મના સ્થાપક માનવામાં આવે છે. ખ્રિસ્તી લોકો તેમને પરમ પિતા પરમેશ્વર નો પુત્ર માને છે. ઇસુના જીવન સંબધીત માહીતી અને તેમના ઉપદેશો બાઇબલ જોવા મળે છે
કહેવાય છે કે ઇસુનો જન્મ ઇ.સ્.પુર્વે ૨ સદીમાં ઇઝરાયેલ પ્રાંતના બેથલહેમ ગામમાં એક ગાભણમાં થયો હતો. તેમની માતાનુ નામ મરીયમ હતું, અને ઇસુનાં જન્મ સમયે તેઓ કુંવારા હતા.
બાઇબલ અનુસાર મરીયમ ને ઇશ્વર તરફથી સંદેશો મળ્યો હતો કે તેમના ગર્ભ થી ઇશ્વર પુત્ર જન્મ લેશે. યહુદી ધર્મ ના ધર્મીક આગેવાનો દ્વારા સદીઓ પહેલા ભવિષ્યવાણી કરવામાં આવી હતી કે એક ઉધ્ધારક કે મુક્તિદાતા આવશે અને તે કુંવારી સ્ત્રી ના પેટે જન્મ લેશે. પવિત્ર આત્મ દ્વારા મરિયમ ને ગર્ભ રહ્યો અને તે ગર્ભવતી થયી (મથ્થી 1:23). જન્મજાત ઇસુ અને તેમનો પરીવાર યહુદી હતા.
કાલનાં દિવસે ઈશુંએ પોતાના પ્રાણ છોડીને હસ્તે મુખે સુલી પર ચડ્યા હતા અનેક લોકોએ તેમને ક્રોશ પર લટાકવ્યા અને તેના હથેળી પર ખીલા ખોસવામાં આવ્યાં. કહેવાય છે કે, માનવ પ્રત્યેની પ્રેમ ભાવનાં માટે ભગવાને પોતાના જીવનું બલિદાન આપ્યું તેમજ એવું કહેવાય છે કે.
ઈસુના જીવનનાં અંત સમયમાં, જ્યારે એ બિલકુલ નક્કી હતું કે એમને મૃત્યુદંડ આપવામાં આવશે, ત્યારે એમના શિષ્યો ફક્ત એક જ પ્રશ્નનો વિચાર કરી શકતા હતા, “તમે જ્યારે તમારું શરીર છોડી તમારા પિતાના સામ્રાજ્યમાં જશો, તો તમે એમની જમણી બાજુએ બેસશો, ત્યારે અમે ક્યાં હોઈશું? અમારામાંથી કોણ તમારી જમણી બાજુએ બેસશે”? તેમનાં ગુરુ, જેમને એ લોકો ઈશ્વરના પુત્રનાં રૂપમાં જોતાં હતાં .
તેમને ખૂબજ ભયંકર મૃત્યુ મળવાની હતી અને આ લોકોનો પ્રશ્ન આવો હતો! પણ, તમે એ વ્યક્તિનાં ગુણ જુઓ – તેઓએ આ ગુણ તેમનાં આખા જીવન દરમિયાન કાયમ રાખ્યો હતો – કોઈ એમને ગમે તે બાજુ ખેંચે, તેઓ જે કાંઈ સ્થાપિત કરવા માંગતા હતા, તેઓ તે જ ઉદ્દેશ્યની પાછળ ચાલતા હતા. તો ઈસુ બોલ્યા, “જે લોકો અહીં આજે સૌથી આગળ ઊભા છે, તેઓ ત્યાં સૌથી પાછળ હશે. જે લોકો અહીં સૌથી પાછળ ઊભા છે તેઓ ત્યાં સૌથી આગળ હશે.” ઈસુએ પદક્રમ તોડી પાડ્યો અને સ્પષ્ટ કર્યું કે ધક્કામુક્કી કરીને સ્વર્ગમાં ઘુસવાની આ વાત છે જ નહીં. આંતરિક ક્ષેત્રમાં માત્ર પવિત્રતા જ કામ કરે છે.