કાલે પહેલા શ્રાવણમાસના સોમાવારે શિવજીને પ્રસન્ન કરવા માટે આ વિધિ કરશો તો સુખ અને સંપત્તિના ભંડાર ભરાશે.

પાવન પર્વની વણઝાર એટલે શ્રાવણ માસ. શ્રાવણમાસ શિવજીને અતિ પ્રિય છે. વર્ષાઋતુમાં ભગવાન વિષ્ણુ યોગનિદ્રામાં હોય છે ત્યારે સૃષ્ટિ શિવજીને આધીન હોય છે. એટલા માટે આ માસમાં શિવજીને પ્રસન્ન કરવા માટે તેમની આરાધના, ધાર્મિક કાર્યો, વ્રત, ઉપવાસ, દાન વગેરે કરવામાં આવે છે.કાલ નાં દિવસ થી શિવજીને ભજવા થી તમારો દિવસ ખૂબ જ શુભ જશે. અને આ મહિનામાં શિવજી અત્યારે સૌથી વધારે પ્રસન્ન હોય છે અને ભક્તોની મનોકામના જલ્દી પૂર્ણ કરી દેશે. ત્યારે ચાલો જાણીએ કે આ મહિનામાં જળાઅભિષેક અને બીલી પત્ર અપર્ણ કરવાનું શુ મહત્વ છે તે જાણીએ.

દેવો અને દાનવો વચ્ચે જ્યારે સમુદ્રમંથન થયું તો તેમાંથી 14 રત્નો નીકળ્યાં, તેમાંથી એક હળાહળ વિષ પણ હતું. વિષની ઉષ્ણતાથી સૃષ્ટિને બચાવવા માટે ભગવાન શિવે આ વિષને ગ્રહણ કરી પોતાના કંઠમાં ધારણ કર્યુ. આ સત્કાર્યથી પ્રભુ નીલકંઠ તરીકે ઓળખાયા. ત્યારપછી સતયુગમાં પ્રભુને ઠંડક આપવા દેવી દેવતાઓએ પ્રભુ પર જળનો અભિષેક કર્યો હતો જેથી શ્રાવણ માસમાં શિવજીને શીતળતા આપવા ભક્તજનો શિવજીને જળ અને દુધ થી અભિષેક કરે છે.

બીલીના વૃક્ષની ઉત્પત્તિ વિશે સ્કંદપુરાણમાં કહેવામાં આવ્યું છે, કે એક વખત દેવી પાર્વતીએ પોતાના કપાળ પર થયેલા પરસેવાને હાથથી સાફ કરીને ફેંક્યો. તેના અમુક ટીપા મંદાર પર્વત પર પડ્યા હતા, તે સ્થાને આ બિલિનું વૃક્ષ ઉત્પન્ન થયું હતું. તેથી માનવામાં આવે છે, કે બીલીના વૃક્ષના મૂળમાં ગિરજા, થડમાં મહેશ્વરી, શાખાઓમાં દક્ષયાયની, પાનમાં પાર્વતી, ફૂલોમાં ગૌરી અને ફળમાં કાત્યાયની વાસ કરે છે, તેથી પણ શિવજીને બીલીપત્ર પ્રિય છે, અને શ્રાવણ માસમાં શિવલિંગને બીલીપત્ર પાન અપર્ણ કરવામાં આવે છે. આ મહિનામાં આખા શ્રાવણ માસ માં જળા અભિષેક અને બીલીપત્ર અપર્ણ કરવાથી સુખ સંપત્તિ અને મનોઈચ્છીત વરદાન મળશે.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *