કિન્નરોને આપો આ વસ્તુઓનું દાન તમારી કિસ્મત બદલાઈ જશે! થશે આ લાભ.
કહેવાય છે ને કે, હિન્દૂ ધર્મમાં કિન્નરોનું ખૂબ જ મહત્વ છે અને તેમને પુજવામાં આવે છે. અને તેમના આશીર્વાદ શુભ માનવામાં આવે છે. કિન્નરોને દાન કરવાની પ્રથા ખુબ જ પ્રાચીન છે.જયારે પણ ઘરમાં શુભ કાર્ય હોય અને જો કિન્નર આવે છે તો તે ખુબ જ શુભ સંકેત માનવામાં આવે છે.તેઓ પ્રસંગમાં આવીને દુવા આપે છે તે ખુબ જ અસરકારક હોય છે.તેમની દરેક દુવા તમારા કષ્ટને દુર કરે છે.માટે ક્યારેય પણ તમારી ઘરે કિન્નર આવે છે ખાસ કરીને કોઈ પ્રસંગમાં તો ભૂલથી પણ તેમને ખાલી હાથ ન જવા દેવા.
જો તેમને ખાલી હાથ જવા દેશો તો તેમના અભીશાપનો શિકાર બનવું પડશે. તો જયારે પણ કિન્નર તમારા આંગળે આવે છે તો તેમને ઈશ્વરના આશીર્વાદ સમજી કંઇક ને કંઇક અવશ્ય આપવું.આ ઉપરાંત ક્યારેય પણ કિન્નરનું અપમાન ન કરવું. નહિ તો તેમની બદ્દુઆ તમારી જિંદગી બરબાદ કરી શકે છે.
જો તમારો ખરાબ સમય ચાલી રહ્યો છે તો કિન્નરને પૂજાની સોપારી સિક્કા પર રાખી તેનું દાન કરવું.આવું કરવાથી કિન્નરની દુવાની અસર અનેક ગણી વધી જાય છે.આ સાથે જ તમારો ખરાબ સમય સમાપ્ત થાય છે.જો તમારા વિવાહિત જીવનમાં સમસ્યાઓ આવી રહી છે તો કિન્નરોને શ્રીંગારની વસ્તુઓ દાનમાં આપવી.જેમ કે લીલી બંગળી,લાલ સાડી,કંકુ તેમજ લીપ્સ્ટીક વગેરે વસ્તુઓનું દાન કરવું જોઈએ..
જો તમે એવુ ઈચ્છતા હોય કે તમારા ઘરમાં ક્યારેય અન્નની કમી ન રહે. તો તેના માટે કિન્નરોને ચોખાનું દાન કરવું જોઈએ. આ સાથે જે ચોખા તમે દાનમાં આપી રહ્યા છો તેમાંથી થોડા ચોખા કિન્નરના હાથે લઈને તેને ઘરના ચોખામાં મિક્સ કરી દેવા.આવું કરવાથી ક્યારેય ઘરમાં અન્નની કમી નહિ રહે.