Gujarat

કુબેરજીની કૃપાથી આજે આ રાશિજાતકોનાં ભાગ્યમાં આર્થિક યોગ!

મેષ- આકસ્મિક જૂની સંપતિઓ તમને વારસા રૂપે મળશે.આપ મંદ ૫ડી ગયેલા ઉત્‍સાહને ફરી ચેતનવંતો બનાવવા ઇચ્‍છશો. બપોર ૫છી આપ ફરીથી આપની ઊર્જા અને ઉત્‍સાહ પાછો મેળવી શકશો.

વૃષભ આજે આપ આપના અંગત અને વ્‍યાવસાયિક જીવન વચ્‍ચેની સમતુલા જાળવી શકશો. આપ એક કુશળ વહીવટકર્તા છો અને આપના આ જન્‍મજાત ગુણને બિરદાવવામાં આવશે. ૫રિવારમાં ઉદાસીનું વાતાવરણ હોવાની શક્યતા છે.

મિથુન નાણાકીય બાબતો, સહિયારી મિલકત અને અન્‍ય સંપત્તિ બાબતે ચિંતિત રહેશો. આજે પોતાની અંગત વસ્‍તુઓ માટેની આધિપત્યની ભાવના વધી જશે, એથી આપ એમાં કોઈને સહભાગી નહીં બનવા દો.

સિંહ૫રિવારજનો અને સ્વજનો આપના માટે મહત્વના રહેશે. પરિવાર પ્રત્યેની આપની ભાવનાનાં તેઓ વખાણ કરશે. ધ્‍યેય સુધી પહોંચવાના પ્રયત્નો વધારશો. આજનો દિવસ પ્રોત્‍સાહન પૂરું પાડનારો અને પ્રેરણાદાયી બની રહેશે.

કન્યાજીવનસાથી સાથે અહમનો ટકરાવ થવાથી મનદુ:ખના પ્રસંગ ઊભા થાય. એથી આવા પ્રસંગો બને ત્યાં સુધી નિવારવાની ગણેશજી સલાહ આપે છે, કારણ કે એ આપનામાં હતાશા જન્માવશે. દરેક સમસ્યાનો શ્રેષ્ઠ ઉપાય સમય છે.

તુલાઆપના માથા પર અધૂરાં કાર્યો પૂરાં કરવાની ચિંતા રહેશે. એથી આપ એ પૂરા કરવાની મથામણમાં હશો. આ સમયે ૫રિવાર અને મિત્રો સાથે હસીખુશીથી સમય ગાળવાથી આપને માનસિક રાહત મળશે એમ ગણેશજી કહે છે.

ધનુ .ધન લાભ થશે પરતું ધનો એક ભાગ ધર્મ કાર્યમાં આપવું.આજનો દિવસ સરકારી કામકાજો અને સરકાર સાથેની આપ-લે માટે અનુકૂળ છે. સરકારી કર્મચારીઓ માટે આજનો દિવસ લાભદાયી રહેશે. જીવનસાથી ભાગ્‍યશાળી પુરવાર થશે. આપ નજીકના મિત્રો સાથે મોજમસ્તીમાં સાંજ ગાળશો

મકર નવી વસ્‍તુ ખરીદવાનું ટાળવુ જોઈએ અને એક-બે દિવસ રાહ પણ જોવી જોઈએ. તેમની સલાહ છે કે આપે સહકર્મચારીઓ અને ઉચ્ચ અધિકારીઓ સાથે ઉગ્ર ચર્ચા ન કરવી જોઈએ.

કુંભ આજે કંઈક એવા સંજોગો નિર્માણ થશે કે જેથી આપનો મિજાજ જશે. ગણેશજી ક્રોધ ૫ર કાબૂ રાખવા જણાવે છે. વેપારીઓ અને સ્‍વતંત્ર વ્‍યવસાય કરનારાઓ કારકીર્દિમાં સારી પ્રગતિ જોઈ શકશે. દિવસ અનુકૂળ હોવાનું ગણેશજી કહે છે.

કર્ક ૫રિશ્રમ એ જ પારસમણી છે, આ વાત યાદ રાખો. આપની કર્તવ્‍યનિષ્ઠા અને મહેનત જ આપને કામમાં સફળતા અપાવી શકે છે. સાંજે આપ આપના અંગત મિત્રો કે સ્‍વજનો સામે પોતાની લાગણીઓ અભિવ્‍યક્ત કરી શકશો.

વૃશ્ચિક આજે કોઈ પણ મુલાકાતમાં આપ સફળતા મેળવી શકશો. આપ પોતાની વાત લોકોને સમજાવવામાં ૫ણ સફળતા મેળવશો. જે લોકોને ધંધામાં ગળાકાપ હરીફાઈનો સામનો કરવાનો હોય તેમને ૫ણ પોતાની ક્ષમતા સિદ્ધ કરવાની તક મળશે.

મીન કોઈ ૫ણ નકામી સમસ્‍યા આજે નહીં ઉદભવે એથી આજનો દિવસ ખૂબ જ શાંતિથી વિતાવશો. આજે આપ વધારે ઉદાર અને ક્ષમાશીલ બનશો આપની આ ભલમનસાઈનો લોકો ગેરલાભ ન ઉઠાવે એનું ધ્‍યાન રાખવા ગણેશજી કહે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!